________________
યોગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરવો પડે છે- એ પ્રયત્નની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રયત્ને સુપાત્રદાનનો યોગ પ્રાપ્ત થતો હોય છે. સુપાત્રદાન માટે કોઈ સાધન પ્રાપ્ત કરવાનું નથી. પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરી સુપાત્રદાન કરવાનું છે. ભવથી નિસ્તરવાની ભાવના હોય તો એ માટે સુપાત્રદાન જેવું કોઈ સરળ અને સરસ સાધન નથી. કોણ જાણે કેમ એની ઉપેક્ષા સેવાય છે – એ સમજાતું નથી. જ્યાં પણ થોડીઘણી પ્રવૃત્તિ દેખાય છે; ત્યાં ભવથી નિસ્તરવાની ભાવનાનાં દર્શન ભાગ્યે જ થતાં હોય છે. મોટા ભાગે, ‘આપવાથી મળે છે’-એવી ભાવના ત્યાં કામ કરતી જોવા મળે છે. આપવાથી મળે છે એમાં ના નહિ. પરન્તુ આપવાનું, મેળવવા માટે નથી -એ યાદ રાખવું જોઈએ. પૂ. મુનિભગવન્તોને મુનિભગવન્ત તરીકે જાણીને જેમ સુપાત્રદાન કરવાનું છે તેમ શ્રાવકોને અને સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે તે સ્વરૂપે જાણીને જ (પરીક્ષા કરીને જ) સુપાત્રદાન કરવું જોઈએ. લોકોત્તર માર્ગની પોતપોતાની યોગ્યતા મુજબ યથાશિક્ત આરાધના કરનારા પરમતારક સત્પાત્રની ભક્તિ કરવાથી ભવથી તરાય છે. ગૃહસ્થજીવનમાં પરમ આવશ્યક એવા આ સુપાત્રદાનની પ્રત્યે જે ઉપેક્ષા સેવાય છે તે કોઈ પણ રીતે અહિતકર બન્યા વિના નહિ રહે. આજે દાનની પ્રવૃત્તિ ઠીક ઠીક વધી છે પણ સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના સુપાત્રદાનની પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ જ ઘટી છે; અને હજુ પણ ઘટતી રહેશે. પાત્રાપાત્રનો વિવેક કરવાનું તો દૂર રહ્યું પરન્તુ તેને સમજવાનું પણ હવે આવશ્યક જણાતું નથી. સુપાત્ર (મુનિ,શ્રાવક અને સમ્યગ્દષ્ટિ આત્માઓ)ની ભક્તિના નામે; સુપાત્રની અવજ્ઞા અને અપાત્રની ભક્તિ યોજનાપૂર્વક થઈ રહી છે. એ પ્રવૃત્તિની સાથે આપણને કોઈ સંબન્ધ નથી. આ શ્લોકમાં જણાવ્યા મુજબ સત્પાત્રને ઓળખીને સુપાત્રદાનમાં પ્રયત્નશીલ બની રહીએ- એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે.
DEEEEEEE DDDDDDDDD
૫૦
EDITE
dud
DO