________________
સિદ્ધિ થાય છે. આ રીતે ઘણા જીવોને ઉપકાર થતો હોવાથી તે દાનશાળાદિ કર્મો અનુકમ્પાનાં નિમિત્તોનું અતિક્રમણ કરતાં નથી. તેથી અહીં અનુકંપાના ઉચિતફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ શુભાશય (શુભભાવ સ્વરૂપ પુષ્ટ આલંબન) છે. દાનશાળાદિના નિર્માણથી અપાતું અનાદિનું દાન તો ગૌણ કારણ છે. ઉપર જણાવ્યા મુજબનો શાસનોન્નતિનો ભાવ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થયા પછી જ આવે છે. મોક્ષ અને સંસારની પ્રાપ્તિના જે હેતુઓ છે તેને યથાર્થપણે જાણવાનું જે આશયવિશેષે બને છે તે આશયવિશેષને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. જેની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે અને પાંચમી દૃષ્ટિમાં થાય છે. આવા આશયને અનુસરવાથી જ નિશ્ચયથી અનુકંપાની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ કે પૂર્વ કર્મમાં એનો સંભવ નથી.... ૧-૬ |
આશયવિશેષથી જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે – આ વાત નયને આશ્રયીને જણાવે છે
क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः केवलः फलभेदकृत् ॥ १-७॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વ્યવહારનયને આશ્રયીને ભક્તિપાત્ર અને અનુકંપાપાત્ર - આ પ્રમાણે પાત્રવિશેષાદિને આશ્રયીને દાનનું ફળ - વિશેષ પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવવિશેષને કારણે જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે.... / ૧-૭ ||
ક્ષેત્રાદિવિશેષને આશ્રયીને ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં કાળની પુષ્ટાલંબનતા (મુખ્યતા) જણાવાય છેकालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटि तथाऽन्यथा ॥ १-८॥
DF\ BIG BE DIS|D]B5|D]B
SONG / / g/S
,
SI] BIG B] DF\ BIG D
EEP