________________
બોલાતી ગઈ. પણ સઝાય પૂર્ણ થતી ન હોવાથી પેલા શ્રાવકે કહ્યું કે બસ હવે!' ત્યારે પૂજ્યશ્રીએ પણ કહ્યું કે “ના, આ તો કાશીમાં કાપેલા ઘાસના પૂળા બાવું છું.' આ સાંભળી શ્રાવકે અવિનય અંગે પૂજ્યશ્રીની ક્ષમા યાચી. આ પ્રસંગ સાચો હોય કે ન પણ હોય પરંતુ પૂજ્યશ્રીના વર્તમાન સાહિત્ય ઉપરથી તેઓશ્રીનું ગ્રંથ રચવાનું અદ્ભુત સામર્થ્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
પૂજ્યશ્રીના વિષયમાં એવી પણ એક વાત ચાલે છે કે પૂજ્યશ્રી પોતાની સ્થાપનાજીની ઠવણી ઉપર ચાર ધ્વજા રાખતા હતા. તેની પાછળ હેતુ એ હતો કે “ચારે દિશામાં જે કોઈ વિદ્વાન હોય તે તેઓશ્રીને જીતીને પોતાની વિજયશ્રી ફેલાવે.” આવું જાણીને એક વૃદ્ધાએ પૂ ઉપાધ્યાયજી મહારાજનું માન દૂર કરવા તેઓશ્રીને કહ્યું કે “સાહેબ! જો આપશ્રી ચાર ધ્વજા રાખો, તો અનંતલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેટલી ધ્વજા રાખતા હશે !' વૃદ્ધ શ્રાવિકાના કથનનું તાત્પર્ય જાણીને પૂજ્યશ્રીએ તુરત જ ઠવણી ઉપરથી ધ્વજાઓ દૂર કરી.
પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના જીવનપ્રસંગોમાં આવી કેટલીય વાતો પ્રસિદ્ધ છે. તે કેટલા અંશે સાચી છે એ તો અનંતજ્ઞાનીઓ જાણે. પરંતુ તેઓશ્રીએ રચેલા વિવિધ ગ્રંથોમાં પોતાના હૃદયના જે ભાવોનું પ્રતિબિંબ સંકમાવ્યું છે. એ જોતાં ઉપર જણાવેલી વાતોમાં વિશ્વાસ મૂકવાનું મન થતું નથી. તેઓશ્રીની સર્વતોમુખી પ્રતિભા, નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યારિત્ર પ્રત્યેનો અવિહડ રાગ; શ્રી જિનાજ્ઞા પ્રત્યેનું અસાધારણ સમર્પણ, શ્રી વીતરાગ પરમાત્માના વચન પ્રત્યેનો અદ્ભુત રાગ; પરમતારક શ્રી
DDDDDDDED
SONGS DOWNGS