________________
ઈષ્ટ જ છે કારણ કે ત્યાં પણ લાઘવ થાય તો તે ઈષ્ટ છે, તેથી વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબન્ધક માનવામાં કોઈ દોષ નથી.’’ –આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે જ્યાં વર્જનાભિપ્રાયાભાવસ્વરૂપ વિશેષણ છે અને વિરાધનાસ્વરૂપ વિશેષ્ય નથી, ત્યાં વિશેષ્યના અભાવના કારણે (વિશેષ્યાભાવપ્રયુક્ત); વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાનો (પ્રતિબન્ધકનો) અભાવ હોવાથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિનો અનિષ્ટ પ્રસંગ આવશે. જ્યાં વર્જનાભિપ્રાય ન હોય અને વિરાધના પણ ન હોય એવા સ્થળે વર્જનાભિપ્રાય ન હોવાથી કર્મબન્ધ થાય છે, નિર્જરા થતી નથી.તેથી વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનવાનું સર્વથા અનુચિત છે.
આ રીતે નિર્જરાની પ્રત્યે જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધનાદિને પ્રતિબન્ધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાથી દોષ આવે છે. તેથી નિર્જરાની પ્રત્યે જે કારણ છે તે જણાવતાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે વર્જનાભિપ્રાય જ નિર્જરાસ્વરૂપ ફળવિશેષની પ્રત્યે નિશ્ચયનયથી કારણ છે. શ્લોકમાં યતના મૂળ પરાયણ આત્માને; કૂપદૃષ્ટાન્તથી દ્રવ્યથી થતી વિરાધનાને જે નિર્જરાની કારણ તરીકે વર્ણવી છે- તે વ્યવહારનયની અપેક્ષાએ છે. વર્જન(જીવવિરાધનાનો પરિહાર)ની ભાવનાને અનુસરનારી સાધર્મિકવાત્સલ્યાદિની તે તે પ્રવૃત્તિઓ નિર્જરાનું કારણ બને છે... આ બત્રીશીના આ એકત્રીસમા શ્લોકથી જણાવેલી વાત; દાર્શનિકપરિભાષાથી જેઓ પરિચિત નથી, તેમને તે સમજવાનું થોડું અઘરું છે, જિજ્ઞાસુઓએ એ માટે પૂરતો પ્રયત્ન કરી અધ્યાપકાદિ પાસેથી સમજી લેવી જોઈએ. || ૧-૩૧ ॥
પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે
DEEEEE DHOLDU
૬૨
guj
-