________________
થાય? ઘટમાં પટત્વન હોવાથી પરત્વનું જ્ઞાન થતું નથી એનો અર્થ એ નથી કે દંડાદિન-કારણે ઘટમાં પટત્વનું જ્ઞાન થતું નથી. આથી સમજી શકાશે કે વર્જનાભિપ્રાયને ઉપાધિ માનવાનું શક્ય નથી. જેના અભાવના કારણે જ જેનું જ્ઞાન થતું ન હોવા છતાં તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર તરીકે બીજાને માનવાનું ઉચિત નથી. અન્યથા ગમે તેને ગમે તેના જ્ઞાનનો પ્રતિબન્ધ કરનાર માનવાની આપત્તિ આવશે. આથી સમજી શકાશે કે જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનવાનું તેમ જ ઉપાધિરહિત વિરાધનાને પ્રતિબન્ધક માનવાનું ઉચિત નથી.
ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામજન્ય વિરાધનાદિને પ્રતિબન્ધક માનવાનું ભલે ઉચિત ન હોય પરંતુ વર્જનાભિપ્રાયાભાવ વિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનવામાં કોઈ દોષ નથી. એટલું જ નહિ એમ કરવામાં વર્જનાભિપ્રાયને નિર્જરાની પ્રત્યે સ્વત– કારણ માનવાની જરૂર ન પડવાથી લાઘવ થાય છે.” - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનીએ તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પણ પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે. વર્જનાભિપ્રાયાભાવને જ વિશેષણ બનાવવું જોઈએ અને વિરાધનાને જ વિશેષ્ય માનવું જોઈએ – એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી. વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક મનાય તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પ્રતિબન્ધક કેમ ન મનાય – આ રીતે બન્નેને પ્રતિબન્ધક માનવાના પ્રસંગથી તો ગૌરવ છે.
જોકે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધના અને વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવ એ બંનેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ફરક પડતો ન હોવાથી આર્થિક ગૌરવ નથી. પરંતુ આ રીતે જેને પ્રતિબન્ધક મનાય
JDEEDED]D]D]D]D
]D]Dિ]BEDED]D]D]D