Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ પ્રવૃત્તિનિમિત્ત નથી અને વિરાધના છે- આ પ્રમાણેનાં વચન ઉન્મત્તનો પ્રલાપ છે. બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપર જણાવેલો દોષ કાયમ જ છે. ‘જીવઘાતપરિણામજન્યત્વ'; એ વિરાધનાનું જો વિશેષણ હોય તો નિર્જરાની પ્રત્યે ‘જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધના’ પ્રતિબન્ધક હોવાથી જ્યાં વિરાધના નથી અને માત્ર જીવઘાતપરિણામ છે, ત્યાં (વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સ્થળે) નિર્જરાની આપત્તિ આવશે -એ ઉપર જણાવ્યું છે જ. આથી ઉપર જણાવ્યા મુજબ કેવળ જીવદ્યાતપરિણામથી નિર્જરાને માનવાની આપત્તિને દૂર કરવા જે કહ્યું છે તે શ્રદ્ધાસમ્પન્ન (વિશ્વાસ રાખનારા) શિષ્યની બુદ્ધિને છેતરવા સ્વરૂપ છે. જીવવિરાધના જો ઉપાધિસહિત ન હોય તો જ તે પ્રતિબન્ધક બને છે. ઉપાધિસહિત વિરાધના તો પ્રતિબન્ધકાભાવ સ્વરૂપ હોવાથી તેવા સ્થળે પ્રતિબન્ધકાભાવસ્વરૂપ કારણ હોવાથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પ્રતિબંધક બને કે કારણ બને તો તેની વાસ્તવિકતાને લઈને તે બને. ઉપાધિના કારણે વસ્તુ ઔપાધિક બને છે. તે વાસ્તવિક રહેતી નથી. જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ છે. (દા. ત. જપાપુષ્પ વિશિષ્ટ સ્ફટિક વસ્તુ પોતાના શ્વેતતાસ્વરૂપનો ત્યાગ કરે છે તેથી જપાપુષ્પ સ્ફટિકમાં ઉપાધિ છે તેને લઈને સ્ફટિક લાલરૂપ ધારણ કરે છે, જે સ્ફટિકની ઔપાધિકતા છે.) અહીં વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાયવિશિષ્ટ વિરાધના; વર્જનાભિપ્રાયના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. તેથી ત્યાં વર્જનાભિપ્રાય ઉપાધિ છે. એ ઉપાધિથી રહિત જ વિરાધનાને પ્રતિબન્ધક મનાય છે અને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ મનાય છે. આ પ્રમાણે કહેવાનું ADDED DUDUGOL ૫૮ BDECEDEDEE 16LOUD

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66