________________
જીવવિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માને છે; તેમને એ ત્રણે સ્થળના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી જ્યાં જીવઘાતનો પરિણામ નથી પરન્તુ જીવવિરાધના છે (સાધર્મિકવાત્સલ્યાદિમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધવિશેષ્યસ્વરૂપ છે ત્યાં જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે જ્યાં જીવઘાતનો પરિણામ છે અને જીવવિરાધના નથી; (જયણા વિના કરાતા કોઈ કાર્યમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણ સ્વરૂપ છે ત્યાં પણ જીવઘાતના પરિણામથી નિર્જરા માનવાનો એ મુર્ખ લોકોને પ્રસંગ આવશે. અહીં યાદ રાખવું જોઈએ કે દરેક વખતે વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ (ઘટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટ પટાભાવ) શુદ્ધવિશેષ્ય (પટ) સ્વરૂપ જ બને છે અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ (પટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષણ (ઘટ) સ્વરૂપ જ બને છે- એવું નથી. ઘટવિશિષ્ટ પટના અભાવ સ્થળે એ બરાબર છે પરન્તુ ઘટાભાવિશિષ્ટ પટ અથવા તો ઘટવિશિષ્ટ પટાભાવ...ઈત્યાદિના અભાવ સ્થળે એવું નહિ બને – એ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. (ન્યાયની પરિભાષાથી સર્વથા અપરિચિત એવા વાંચકો માટે આ એકત્રીસમા શ્લોકનું વિવરણ થોડું નહિ, ઘણું અઘરું જણાશે. પરન્તુ એનો કોઈ જ વિકલ્પ નથી. જિજ્ઞાસુએ થોડી સ્થિરતા કેળવી અધ્યાપક પાસેથી સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ સર્વત્ર શુદ્ધવિશેષ્ય સ્વરૂપ અને શુદ્ધવિશેષણ સ્વરૂપ નથી હોતો. એ આશયથી જ ‘શુદ્ધવિશેષ્યસ્વરૂપÒ' અને ‘શુદ્ધવિશેષરૂપસ્વાઽવિ’ - આ ઉલ્લેખ છે.
-
જ
ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામથી જન્ય એવી
DEEP DE
DEEEE DOCUEDL
૫૬
םםםםםםםם