________________
મેળવવાની ઈચ્છાથી કૂવો ખોદતી વખતે થાક લાગે, તરસ લાગે, ધૂળથી કપડાં-શરીર ખરડાય અને કાદવ વગેરે ઊડે... ઈત્યાદિ અનિષ્ટ પ્રાપ્ત થાય છે, પરન્તુ એ બધાં જ અનિષ્ટો કૂવાના પાણીથી દૂર થાય છે. આવી જ રીતે શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ વિધિપૂર્વક જયણાથી સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગ કરતી વખતે જે કોઈ જીવવિરાધનાદિ સ્વરૂપ દોષ થાય છે તે; તે અનુષ્ઠાનથી થતી કર્મનિર્જરાના કારણે દૂર થાય છે. આ રીતે ઉપર જણાવ્યા મુજબ યતનાવન્તને શુભયોગમાં જે કોઈ દોષ ઉત્પન્ન થાય છે તે અનિષ્ટ થતો નથી. અહિંસાદિ ધર્મ જેમ કર્મનિર્જરાનું કારણ છે; તેમ અપવાદપદપ્રત્યયિક વિરાધના (સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં ઉપર જણાવ્યા મુજબ થતી વિરાધના) પણ કર્મનિર્જરાનું કારણ છે.
આ વિષયમાં કેટલાક લોકો એમ કહે છે કે – જ્યાં વર્જનનો અભિપ્રાય (જીવવિરાધના ન થાય-એવી ઈચ્છા) છે ત્યાં જે નિર્જરા થાય છે તેની પ્રત્યે; જીવઘાતના પરિણામ વિના થયેલી જીવિરાધના પ્રતિબન્ધકના અભાવ રૂપે કારણ છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્યની પ્રત્યે કારણસામગ્રી કારણ છે. એ સામગ્રી હોવા છતાં કોઈ પ્રતિબન્ધક હોય તો કાર્ય થતું નથી. તેથી કારણસામગ્રીની સાથે પ્રતિબન્ધકનો અભાવ પણ કાર્યમાત્રની પ્રત્યે કારણ હોય છે. અગ્નિથી દાહની ઉત્પત્તિ થાય છે. પરન્તુ ચન્દ્રકાન્તમણિ, મન્ત્ર કે ઔષધિવિશેષની વિદ્યમાનતામાં દાહ થતો ન હોવાથી દાહની પ્રત્યે મણિમન્ત્રાદિ પ્રતિબન્ધક મનાય છે અને તેનો અભાવ (પ્રતિબન્ધકાભાવ) દાહની પ્રત્યે કારણ મનાય છે. તેમ નિર્જરાની પ્રત્યે જીવવિરાધના પ્રતિબન્ધક હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં જીવવિરાધનાથી પણ નિર્જરા થતી હોવાથી વર્જનાભિપ્રાયથી થનારી એ વિશિષ્ટ નિર્જરાની પ્રત્યે; જીવઘાતપરિણામથી અજન્ય (નહિ
UELUGU
૫૪
UDL
G