Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ થયેલી) જીવવિરાધના સ્વરૂપ પ્રતિબન્ધકાભાવ કારણ છે. અને જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધના તાદૃશ (તેવા પ્રકારની) નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક છે. - આ પ્રમાણે કેટલાક લોકોનું જે કથન છે તે અપૂર્વ વ્યાખ્યાન સ્વરૂપ છે અને આગમની તર્ક (વિચારણા)કુશળતા પણ તેમની અપૂર્વ છે ! કારણ કે કેવળ વિરાધનાને તેઓ પ્રતિબન્ધક માનતા નથી, જીવઘાતના પરિણામથી જન્ય એવી વિરાધનાને તેઓ પ્રતિબંધક માને છે. એ વિશિષ્ટ વિરાધનાના અભાવને; પ્રતિબન્ધકના અભાવ સ્વરૂપે તેઓ નિર્જરાની પ્રત્યે કારણ માને છે. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધના સ્વરૂપ પ્રતિબન્ધકનો અભાવ ત્રણ પ્રકારનો છે. વિશિષ્ટ એટલે વિશેષણવિશિષ્ટ વિશેષ્ય. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને પ્રતિબંધક માનીએ તો ત્યાં ‘જીવઘાતપરિણામજન્યત્વ' એ જીવવિરાધનાનું વિશેષણ છે અને જીવવિરાધના તેનું વિશેષ્ય છે. કોઈ વાર વિશેષણ ન હોવાથી; કોઈ વાર વિશેષ્ય ન હોવાથી અને કોઈ વાર બંન્ને ન હોવાથી વિશિષ્ટનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ; વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ- અને ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ કહેવાય છે. ઘટવિશિષ્ટ પટનો અભાવ; ઘટના અભાવના કારણે, પટના અભાવના કારણે અને ઘટ અને પટ- એ બેના અભાવના કારણે જેમ ત્રણ રીતે મળે છેતેમ જીવઘાતપરિણામજન્ય જીવિરાધનાનો અભાવ પણ ત્રણ રીતે મળે છે. જ્યાં જીવઘાતનો પરિણામ નથી અને જીવિરાધના છે; જ્યાં જીવઘાતપરિણામ છે, પણ જીવની વિરાધના નથી અને જ્યાં જીવઘાતનો પરિણામ નથી તેમ જ જીવિરાધના પણ નથી. અહીં બધે જ જીવઘાતપરિણામથી જન્ય જીવવિવિરાધનાનો અભાવ છે. જે લોકો જીવદ્યાતપરિણામજન્ય CEEDE T [4] un ૫૫ DEEEEEEE UG

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66