________________
ઉચિત નથી. કારણ કે વર્જનાભિપ્રાય સ્થળે જે વિરાધના છે તે વિરાધનામાં; જીવઘાતપરિણામ-જન્યાત્મક સંયમનાશાહેતુ(સંયમના નાશનું કારણ)સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે જ નહિ, તેથી વર્જનાભિપ્રાયના કારણે તેનો ત્યાગ અશક્ય છે. સંયમજીવનમાં જ્યારે જીવઘાતનો પરિણામ આવે છે ત્યારે તે પરિણામના કારણે જે પણ પ્રવૃત્તિ થાય તે સઘળીય સંયમના નાશનું કારણ બને છે. જીવઘાતપરિણામથી જન્ય વિરાધનામાં સંયમના નાશની કારણતા છે. સંયમનાશની કારણતા જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ છે . અને તે વિરાધનાનું સ્વરૂપ છે. પરન્તુ વર્જનાભિપ્રાયસ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ ન હોવાથી વર્જનાભિપ્રાયને કારણે તેનો (વિરાધનાના સ્વરૂપનો) ત્યાગ શક્ય જ નથી. વિદ્યમાનનો ત્યાગ હોય છે, જે વિદ્યમાન નથી તેનો ત્યાગ અશક્ય છે. ‘વર્જનાભિપ્રાય-સ્વરૂપ ઉપાધિના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક વિરાધનાસ્વરૂપની હાનિ થાય છે’ – એનો અર્થ એ છે કે સામાન્યથી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વનું જે પ્રમાત્મક જ્ઞાન થતું હતું તે જ્ઞાનનો પ્રતિબન્ધ થાય છે. વર્જનાભિપ્રાયના કારણે વિરાધનામાં તેવું જ્ઞાન ન થવા સ્વરૂપ જ અહીં વિરાધનાના સ્વરૂપની હાનિ-ત્યાગ છે. તેથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાસ્થળે ઉપાધિ (વર્જનાભિપ્રાયસ્વરૂપ ઉપાધિ)વિશિષ્ટ વિરાધના પ્રતિબન્ધક ન હોવાથી નિર્જરા થવામાં કોઈ દોષ નથી. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક સ્થળે પણ તેની શ્વેતતાનો ત્યાગ શ્વેતતાના જ્ઞાનના પ્રતિબન્ધ સ્વરૂપ છે. આ પ્રમાણે પણ કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્ફટિકમાં તો શ્વેતતા છે અને જપાપુષ્પના કારણે તેની શ્વેતતા પ્રતીત થતી નથી. પરન્તુ અહીં તો વર્જનાભિપ્રાય સ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ છે જ નહિ. તેથી તેના જ્ઞાનને રોકવાનું કાર્ય વર્જનાભિપ્રાયથી કઈ રીતે
DEEEEEEEEE
EDUC
૫૯
DDDDD 7777777