Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ તે તે શુભયોગની પ્રવૃત્તિ વખતે જે વિરાધના થાય છે; તે નિર્જરાસ્વરૂપ ફળને આપનારી બને છે. સાધર્મિકવાત્સલ્યાદિ વિવિધ અનુષ્ઠાનો શાસ્ત્રમાં જે પ્રમાણે વિહિત છે તે પ્રમાણે વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનોને કરનાર અને આત્માની શુભ પરિણતિને ધારણ કરનાર આત્મા જયણાપૂર્વક તે તે શુભયોગને કરે ત્યારે જે કોઈ જીવની વિરાધના થાય તે વિરાધના તે આત્માને કર્મની નિર્જરા સ્વરૂપ ફળને આપનારી બને છે. અહીં જે વિરાધનાને કર્મનિર્જરાની કારણ તરીકે વર્ણવી છે, તે વિરાધના આપવાદિક જાણવાની છે. આધાકર્મિકાદિ દોષથી દૂષિત આહારાદિ ગ્રહણ કરતી વખતે તેમ જ નદી વગેરે ઊતરતી વખતે પૂજ્ય સાધુભગવન્તાદિને જે વિરાધનાનો પ્રસંગ આવે છે, તે વિરાધના શ્રીતીર્થંકરપરમાત્માની આજ્ઞા-સાપેક્ષ હોવાથી તેને (વિરાધનાને) આપવાદિક (અપવાદપદપ્રત્યયિક) વિરાધના કહેવાય છે. તેને છોડીને બીજી બધી વિરાધના: આજ્ઞાનિરપેક્ષ હોવાથી આપવાદિક નથી. ચતના (જીવદ્યાતના પરિણામનો અભાવ, જીવરક્ષાનો પરિણામ...વગેરે) કરવામાં તત્પર એવા આત્માઓને અપવાદે થતી વિરાધના કર્મનિર્જરાનું કારણ બને છે. બીજી વિરાધના તો પાપબન્ધનું જ કારણ બને છે. વિરાધના, વિરાધનાસ્વરૂપે એક હોવા છતાં ફળનો જે ફરક છે તે તેના ઉપાયભૂત ક્રિયાવિશેષના કારણે છે. સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયા જ્ઞાનપૂર્વકની અને યતનાપૂર્વકની હોવાથી તેમાં થતી વિરાધનાના કારણે કર્મની નિર્જરા થાય છે. બીજી વિરાધના; તેવા પ્રકારની જ્ઞાનાદિપૂર્વકની ક્રિયા સમ્બન્ધી ન હોવાથી તેનાથી પાપનો બન્ધ થાય છે, કર્મનિર્જરા થતી નથી. આથી સમજી શકાશે કે ચતના(જયણા)ના પરિણામવાળા આત્માને શુભયોગમાં પણ જે કોઈ દ્રવ્યથી દોષ થાય છે; તે દોષ આગમપ્રસિદ્ધ કૂવાના દૃષ્ટાન્તથી અનિષ્ટ બનતો નથી. પાણી DEEEE DODO BE 7 ૫૩ DHO 1676767679

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66