Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ દાન અપાવ-કુપાત્રમાં અપાય તો ઔચિત્યનો ભંગ સ્પષ્ટ છે. ઔચિત્યનું અતિક્રમણ-એ મોટો દોષ છે. લોકોત્તર અનુષ્ઠાન ઔચિત્યના અભાવે લઘુતાને પામે છે. પરંપરાએ ગુણ અને ગુણીની અવજ્ઞાને કરનારાં એ અનુષ્ઠાનો મોક્ષબાધક બની જાય છે..૧-૩ના પૂર્વે જણાવ્યા મુજબ સુપાત્રને દાન કરવાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે-એ વાત સાચી; પરન્તુ પૂ. મુનિભગવન્તોને દાન આપવાથી આરંભાદિ થતા નથી; પણ શ્રાવક કે સમ્યગ્દષ્ટિ આત્માને ભોજનાદિ કરાવતી વખતે આરંભાદિ થાય છે. તેથી આરંભાદિ દોષવાળા દાનથી મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય - આ શંકાનું નિરાકરણ કરવા એકત્રીસમો શ્લોક છે. शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । પજ્ઞાન સપુનનિષ્ટો યતનાવત: I ?-રૂ? સાધર્મિવાત્સલ્ય વગેરે શુભયોગોમાં દ્રવ્યથી (ભાવશૂન્ય) આરંભાદિ જે કોઈ દોષ થાય છે; તે દોષ, યતનામાં તત્પર એવા આરાધકને કૂવાના દૃષ્ટાન્તથી અનિષ્ટ નથી. કહેવાનો આશય એ છે કે સત્પાત્રમાં દાન આપવાનો ભાવ જેમને છે; તેમને સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વગેરે સ્વરૂપ શુભયોગ (પ્રશસ્ત અનુષ્ઠાન) કરવામાં જે કોઈ રાંધવા વગેરે સ્વરૂપ આરંભાદિ દોષ પ્રાપ્ત થાય છે; તે દોષ કૂવાના દૃષ્ટાન્તથી તેમના માટે અનિષ્ટનું કારણ બનતો નથી. કારણ કે યતનામાં પ્રયત્નશીલ એવા એ આત્માઓનો શુભયોગ, સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં અનુબંધ (ભાવ) થી નિરવદ્ય (પાપરહિત) છે. અન્યત્ર (ઘનિયુક્તિ... વગેરેમાં) પણ એ વાત જણાવી છે કે-સૂત્રમાં જણાવેલી વિધિથી યુક્ત અને અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા યતનાપરાયણ આત્માને GDDEDGE|D]D]D ]D]BEDDEDDISED

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66