________________
આ સંસારથી પાર ઊતરવાની ભાવનાવાળા આત્માઓએ સત્પાત્રની પરીક્ષા કરીને જ સુપાત્રદાનમાં પ્રવૃત્ત બનવું જોઈએ. ૧-૨૯॥ સત્પાત્રની પરીક્ષા કરીને તેમને આપેલા દાનના ફળને વર્ણવાય છે
एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ॥ १-३० ॥
પૂ. મુનિભગવન્તો, શ્રાવકો અને સમ્યદૃષ્ટિ આત્માઓને કરેલું દાન; તેઓશ્રીના ગુણોની અનુમોદનાથી અને ઔચિત્યનું અતિક્રમણ ન કરવાથી સર્વસમ્પત્તિને ફરનારું છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. મુનિભગવન્તાદિને જ્યારે દાન અપાય છે; ત્યારે તેઓની પ્રત્યે બહુમાન હોવાથી દાન દ્વારા તેઓશ્રીના જ્ઞાનાદિગુણોની અનુમોદના થાય છે. તેમ જ આ દાન સુપાત્રમાં જ કર્યું હોવાથી અને અપાત્રમાં કર્યું ન હોવાથી ઔચિત્યનું પણ પાલન થાય છે. સુપાત્રદાન કરવા સ્વરૂપ પોતાના આચારનું ઉલ્લંઘન એ વખતે નથી. તેથી પૂ. મુનિભગવન્તાદિને અપાતા દાનથી પૂ. મુનિભગવન્તાદિમાં રહેલા તે તે ગુણોની અનુમોદના અને ઔચિત્યનું અનતિક્રમણ (અનુપાલન) થતું હોવાથી એ સુપાત્રદાન જ્ઞાનપૂર્વકનું હોવાથી સર્વસંપત્તિને આપનારું છે; અર્થાત્ પરંપરાએ મહાનન્દ સ્વરૂપ મોક્ષને આપે છે.
આથી સમજી શકાશે કે મોક્ષપ્રાપક અનુષ્ઠાનનું મહત્ત્વ ખરી રીતે તેની જ્ઞાનપૂર્વકતા અને ઔચિત્યની અતિક્રમણતાના અભાવને લઈને છે. શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં તે તે મોક્ષપ્રાપક અનુષ્ઠાનો કરતાં પૂર્વે તે માટે અપેક્ષિત-જ્ઞાન મેળવી લેવું જોઈએ અને જ્ઞાનપૂર્વક જ તે તે અનુષ્ઠાનો કરવાં બધાજ એનેાિતર એના પગ ખ્યાલ રાખવો
જોઈએ કે ઔચિતા તો બંને નથાય. દાઝ્યાત્રમાં વિહિત હોય એ
શ્રી
可可可小礎产
ALL 美 m/u/D
૫૧
શેઠ હઠીસિંહની વાડી. અમદાવાદ.