Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ દર્શાવવાના સ્થાનેથી પણ સુપાત્ર-કુપાત્રનો વિવેક કરવા પ્રત્યે દુર્લક્ષ્ય કરાય છે-એ ખૂબ જ અનુચિત છે. માર્ગદર્શકોએ ગૃહસ્થ દાતાઓને સંયત અને અસંયતનો ભેદ સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. સાથે સાથે અસંયતને ભક્તિપૂર્વક દાન આપવાથી ખૂબ જ અનિષ્ટ થાય છે. એ પણ સમજાવવું જોઈએ. બધાને સરખા માનવાની વાત આ શ્લોકને અનુરૂપ નથી. માત્ર પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર-નિરપેક્ષ વાતો કરવાથી પરમતારક શ્રી જિનશાસનનું ગૌરવ વધતું નથી...૧૨૮. દાનના ચાર ભાંગા(પ્રકાર)નું નિરૂપણ કરીને હવે સુપાત્રના પ્રકાર જણાવાય છે - अत: पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया । तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥१-२९॥ સંયતને શુદ્ધદાન અને કારણે અશુદ્ધ દાન આપવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે; અને અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી દાન આપવામાં તત્પર એવા ગૃહસ્થ પાત્ર (સદસત્પાત્ર) ની પરીક્ષા કરવી જોઈએ. તે પાત્ર (સત્પાત્ર) ત્રણ પ્રકારનું છે. મુનિ, શ્રાવક અને સમ્યગૃષ્ટિ : આ ત્રણ પાત્ર, દાન આપવા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રદાન કરવાની ભાવનાવાળાએ સુપાત્રને બરાબર શોધી લેવું જોઈએ. જે સુપાત્ર ન હોય તેને સુપાત્ર માનીને દાન આપવાથી જે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે; તેનાથી દૂર રહેવા સુપાત્રને જાણી લેવાનું ખૂબ જ આવશ્યક છે. સર્વવિરતિને ધરનારા પૂ. મુનિભગવન્તો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ સત્પાત્ર છે. એની ભક્તિ ભાવથી વિસ્તારનારી છે. ગૃહસ્થજીવનમાં મોક્ષસાધક RDED]D]D]D]D]D GPSC/SSC/HSC/g/S DGUDDGDDEDGE 'પCOMGG/SECONGS

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66