________________
જાળવવું જોઈએ - એવી ભાવનાથી અસંયતને અનુકપ્પાદાન કે ઉચિતદાન આપવાનો નિષેધ નથી. એ દાનથી કર્મબન્ધ થતો નથી. કારણ કે અમુકમ્પાદાનનો કોઈ પણ સ્થાને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો નથી. ઈત્યાદિ પૂ. ગીતાર્થ ભગવન્તો પાસેથી બરાબર જાણી લેવું જોઈએ. / ૧-૨૭ |
અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી જે અનિષ્ટ પ્રાપ્ત થાય છે તેની ભયંકરતાને દૃષ્ટાન્તથી જણાવાય છે
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । प्रज्वाल्य चन्दनं कुर्यात् कष्टामङ्गारजीविकाम् ॥ १-२८॥
અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાથી તેની અસયતતા સ્વરૂપ દોષનું પોષણ થાય છે- એમ જાણવા છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપે છે તેઓ ચંદનનાં કાષ્ઠને બાળીને કોળસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર (ધંધો) કરે છે. - આ પ્રમાણે અઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે – આપણી પાસે ચંદનનાં કાષ્ઠ હોય અને તેને બાળીને કોલસા બનાવીને જીવનનો નિર્વાહ કરવાનો આપણને પ્રસંગ આવે તો એ કેટલું ખરાબ કહેવાય - એ આપણે સમજી શકીએ છીએ. બસ! આવી જ સ્થિતિ, અસંયતને સંયત માનીને દાન આપવાથી સર્જાય છે. ચંદનના કાષ્ઠની કિંમત કેટલી અને કોલસાની કિંમત કેટલી – એનો જેને ખ્યાલ છે; તે માણસ ચંદનનાં કાષ્ઠના અંગારાથી આજીવિકા ચલાવવાનો વિચાર પણ ના કરે. સુપાત્રદાનનું મહત્ત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે - . એ સમજી શકાય છે.. વર્તમાનમાં ઉપર જણાવેલી વાતની ઘોર ઉપેક્ષા સેવાય છે. માર્ગ
D|DF\SqDF\UG]|D]B , follow/b/b//S૪૮
Dિ]D]BEDED]BEDED / / / / / / /