Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ અસાધુને સાધુ માનવાનું કામ ખૂબ જ ખરાબ છે. અસાધુને સાધુ માનીને તેમને અશુદ્ધ કે શુદ્ધ દાન આપવું એ તો એથીય ભયંકર છે. એમાં તો એકાન્ત શ્રીતીર્થંકરપરમાત્માના પરમતારક વચનની ઘોર અવજ્ઞા થાય છે. સાધુ અને અસાધુ-એ બે વચ્ચેના ભેદને સમજ્યા વિના અસાધુને સાધુ માની ભિત કરવાથી શ્રી સર્વજ્ઞભગવન્તોની સર્વજ્ઞતા ઉપરનો અવિશ્વાસ વ્યક્ત થતો હોય છે. જેઓશ્રીના પરમતારક વચનથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ કરી હોય અને તે વખતે સુપાત્ર-ફુપાત્રનો વિવેક પણ ન હોય- એ ખૂબ જ વિચિત્ર મનોદશાને વર્ણવે છે. માત્ર વેષ જોઈને કે સામાન્ય બાહ્ય ગુણોને જોઈને સુપાત્રદાન કરવાથી કર્મબન્ધ થાય છે. મોક્ષપ્રાપ્તિનું જે કારણ હતું તે કર્મબન્ધનું જો કારણ બનતું હોય તો તેનું કારણ એ છે કે સુપાત્ર અને કુપાત્રનો વિવેક કર્યો નથી. સુપાત્રદાન કરનારે એ વિવેક ચૂકવો ના જોઈએ. સુપાત્ર અને કુપાત્ર-બંન્ને ઉપર સમદૃષ્ટિ રાખીને ભક્તિ કરવાથી સુપાત્રની અવજ્ઞા થતી હોય છે. સુસાધુ અને કુસાધુ વચ્ચેનો ભેદ પરખવાનું સરળ નથી. એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરવો પડે. “સંયત અને અસંયતની વચ્ચેના ફરકને જોવાની આવશ્યકતા નથી. ગમે તેમ તોય આપણા કરતાં સારા છે. તેમની ભક્તિ કરવામાં એકાન્તે લાભ છે.'' વગેરે વાતોનો આ શ્લોકની સાથે મેળ બેસે એવો નથી. એવી વાતોને કાને ધર્યા વિના સંયત અને અસંયતનો વિવેક કરીને જ સુપાત્રદાન કરવું જોઈએ. અન્યથા અપાત્રનેઅસંયતને– સંયત માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી કર્મબન્ધ જ થશે. અહીં યાદ રાખવું જોઈએ કે અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને જ દાન આપવાનો નિષેધ છે. અસંયતનાં દુ:ખ દૂર કરવાની ભાવનાથી અથવા તો ઘરે આવ્યા છે તો ઔચિત્ય DDED DEEDE CLOT .... ४७ D

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66