Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ આહારાદિનો જેઓ પરસ્પર ઉપયોગ કરે છે તેઓ પોતાના કર્મથી (આધાકર્મિક આહારાદિના ઉપયોગના કારણે બંધાયેલાં કર્મથી) લેપાયેલા જાણવા; અથવા નહિ લેપાયેલા જાણવા.’’ આશય એ છે કે સંયતને આધાકર્મિક લેવાથી અને દાતા ગૃહસ્થને આધાર્મિક આપવાથી સ્વકર્મનો લેપ થાય છે અથવા નથી પણ થતો. આ રીતે આધાકર્મિક આહાર વગેરેને લેનાર અને આપનાર બંન્નેને આશ્રયીને ફળનો વિકલ્પ જણાવ્યો છે. આધાકર્મિકદાન; જો એકાન્ત દુષ્ટ હોય તો શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતમાં વિરોધ આવશે. તેથી શંકાકારની વાત બરાબર નથી. આધાકર્મિકદાન લેનાર ગીતાર્થ હોય અને દ્રવ્ય,ક્ષેત્ર, કાળ કે ભાવના આલંબને લેતા હોય તો તેઓશ્રીને કર્મબન્ધ થતો નથી. પરન્તુ એવું ન હોય તો તેઓશ્રીને કર્મબન્ધ થાય છે. આવી જ રીતે આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ પાસસ્થાદિથી ભાવિત મુગ્ધ હોય તો તેને તે વખતે કર્મબન્ધ થતો નથી. પરન્તુ આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ અભિનિવિષ્ટ હોય તો તેને તેવું અશુદ્ધદાન આપતી વખતે કર્મબન્ધ થાય છે. શ્રી સૂત્રકૃતાગ સૂત્રમાં એ રીતે સંયતને આધાકર્મિક દાન આપવાથી ફળની ભજના સ્પષ્ટપણે જણાવી છે. આધાકર્મિદાનને એકાન્ત દુષ્ટ માનનારને શ્રી સૂત્રકૃતાગ સૂત્રનો વિરોધ સ્પષ્ટ છે. શ્રી સૂત્રકૃત સૂત્રનો વિરોધ દૂર કરવા માટે આધાકર્મિકદાનને એકાન્ત દુષ્ટ માનનાર એમ કહી શકશે નહિ કે સૂત્રની વાત આધાકર્મિક લેનાર સંયતમાત્ર માટે છે પરન્તુ આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ માટે નહિ. આવો અર્થ નહિ કરી શકવાનું કારણ એ છે કે સૂત્રમાં ‘અન્યોન્ય’ પદનો પ્રયોગ છે. તેનો અર્થ ‘પરસ્પર’ - આ પ્રમાણે હોવાથી આધાકર્મિકદાન આપનાર અને લેનાર - બંન્નેના માટેની એ વાત છે. તેથી ઉપર જણાવેલા અર્થથી જુદો અર્થ કરવાની કોઈ જ CEEDEDE DDRE //GOOGLO GCE ૪૫ THE GUE DADAD ED

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66