________________
અશુદ્ધને નહિ, કારણ કે આધાર્મિકનું દાન તો એકાન્ત દુષ્ટ જ છે.” આવી માન્યતાનું નિરાકરણ છવ્વીસમા શ્લોકથી કરાય છે
यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् । तेनाऽत्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ? ॥ १-२६ ॥
“આધાર્મિકદાનને એકાન્ત દુષ્ટ માનનાર શ્રી ભગવતીસૂત્રના વચનને ઉત્તરગુણને આશ્રયીને અશુધને જણાવનારું કહે છે, તેણે આ વિષયમાં (આધાર્મિક દાનના વિષયમાં) ફળના વિકલ્પને જણાવનારા સૂત્રકૃત” સૂત્રના પાઠને કેવી રીતે જોયો ?” –આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સંયતને અશુદ્ધ દાન આપવાથી મુગ્ધ એવા દાતાને અલ્પશુભ આયુષકર્મનો બંધ થાય છે અને અભિનિવિષ્ટ દાતાને દીર્ઘ અશુભ આયુષ્ય કર્મનો બંધ થાય છે. એ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. એ વિષયમાં શક્કા કરનારે શક્કા કરતાં જણાવ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને આશ્રયીને શ્રી સ્થાનાલ્ગસૂત્રમાં જે ભેદ (ફળનો ભેદ) જણાવ્યો છે; તેમ જ શ્રીભગવતીસૂત્રમાં પણ સંયતને અશુદ્ધદાન આપવાથી ઘણી કર્મનિર્જરા અને અલ્પતરપાપલબ્ધ થાય છે. આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં અશુદ્ધ' પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાનને આશ્રયીને અશુદ્ધદાન સમજવું જોઈએ. કારણ કે સંયતને આધાર્મિક દાન આપવાથી એકાન્ત દોષ લાગે છે. “શ્રી સ્થાનાલ્ગ અને શ્રી ભગવતી સૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધ દાનને જણાવવા માટે “અપ્રાસુક’ અને ‘અનેષણીય' શબ્દનો પ્રયોગ હોવાથી આધાર્મિકદાન સ્વરૂપ પણ અશુદ્ધદાન તરીકે ગૃહીત છે. તેથી સંયતને આધાર્મિક અશુદ્ધદાન આપવાથી એકાન્ત દોષ લાગે છે –
İNOTSqS qSqqSgS૪૩
c/Slides