Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ શુદ્ધદાન આપનાર દાતાની અપેક્ષાએ સંયતને અશુદ્ધદાન આપનાર મુગ્ધ દાતાને અશ્વશુભ આયુષ્યકર્મના બન્ધનો સંભવ છે- એ સમજી શકાય છે. ‘ શ્રી સ્થાનાગસૂત્રમાં સંયતને અશુદ્ધદાન આપવાથી ‘અલ્પ આયુષ્યકર્મનો બન્ધ થાય છે.’ - આ પ્રમાણે જે જણાવ્યું છે, તે અલ્પ આયુષ્ય; નિગોદના ક્ષુલ્લક ભવો( એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ભવો )ની અપેક્ષાએ સમજવું જોઈએ.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે અન્યગ્રન્થમાં (શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં ) જણાવેલી ઉપર જણાવ્યા મુજબની વાતનો તેથી વિરોધ આવશે. ત્યાં પણ મુગ્ધદાતાને આશ્રયીને સંયતના અશુદ્ધદાનમાં અલ્પ શુભાયુષ્યકર્મના બન્ધની જ કારણતા વર્ણવી છે. શ્રી સ્થાનાગસૂત્રની ટીકામાં એ ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. ॥ ૧-૨૫ ॥ “ સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ અને અભિનિવિષ્ટ દાતાની અપેક્ષાએ ફળની પ્રાપ્તિ અને ફળની અપ્રાપ્તિ (અનિષ્ટની પ્રાપ્તિ ) સ્વરૂપ જે ફળની ભજના બતાવી છે - તે અશુદ્ધ દાન; આધાકર્મિક(પૂ. સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ)ના દાન સ્વરૂપ નહીં હોવું જોઈએ. કારણ કે આધાકર્મિક અશન-પાનાદિનું દાન એકાન્ત દુષ્ટ છે. દાતા ગૃહસ્થ; મુગ્ધ હોય કે અભિનિવિષ્ટ હોય બંન્નેને; આધાકર્મિકનું દાન સંયતને આપવાથી એકાન્તે દોષની જ પ્રાપ્તિ થાય છે, ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી ભગવતી સૂત્રમાં જે લખ્યું છે કે સંયતને અશુદ્ધ દાન આપવાથી દાતાને ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર (ખૂબ જ અલ્પ) કર્મબંધ થાય છે. તેમાં પણ ‘અશુદ્ધ’ પદ; આધાકર્મિક અશન-પાનાદિને છોડીને સચિત્ત સંબદ્ધાદિ અશુદ્ધ અશનપાનાદિને જણાવે છે, આધાકર્મિકના દાન સ્વરૂપ [E DECL ૪૨ 'CIRCLE I/C

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66