________________
એ વાત બરાબર નથી..'
આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જે અશનપાનાદિમાં સચિત્ત બીજ વગેરે હોય અને પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય તેમ હોય એવા પણ અશનપાનાદિને ‘અપ્રાસુક’ અને ‘અનેષણીય’ શબ્દથી જણાવવાની પ્રવૃત્તિ દેખાય છે. સંસત અશનપાનાદિ વિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે અને આધાકર્મિકાદિ અવિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે. જે દોષને આહારાદિમાંથી દૂર કરીને આહારાદિ શુદ્ધ (નિર્દોષ) કરી શકાય છે તેને વિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે અને જે આધાકર્મિકાદિ દોષને કોઈ પણ રીતે દૂર કરી શકાતા ન હોવાથી આહારાદિ અશુદ્ધ જ રહે છે; તે દોષોને અવિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે. સંસક્ત અશનપાનાદિ ઉત્તરગુણાશુદ્ધ છે અને આધાકર્મિકાદિ મૂલગુણાશુદ્ધ છે. તેથી શ્રી સ્થાનાગાદિ સૂત્રમાં જણાવેલી એ વાત ઉત્તરગુણાશુદ્ધ દાનને આશ્રયીને છે પરન્તુ આધાકર્મિકદાનને આશ્રયીને એ વાત નથી. આધાકર્મિકદાન તો એકાન્તે દુષ્ટ છે..... આવી માન્યતા શંકાકારની છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે – આધાકર્મિકદાન એકાન્તે દુષ્ટ છે આવી પોતાની માન્યતાની હાનિ ન થાય એ માટે શંકાકારે શ્રીભગવતી વગેરે સૂત્રના પાઠમાં ‘અશુદ્ધ’ (અપ્રાસુક-અનેષણીય) પદથી આધાકર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાન જ વિવક્ષિત છે- આ પ્રમાણે કહીને શ્રી ભગવતી સૂત્રનો વિરોધ દૂર કર્યો પરન્તુ આમ કરવાથી શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવે છે તે ના જોયું. ા કરડવાના ભયથી શરીર પરનાં કપડાં તો દૂર કર્યાં પરન્તુ તેથી નાગા દેખાઈશું - એનો વિચાર ન કર્યો. જ કરડવાથી કોઈ નાગા થતા નથી. શક્કા કરનારે શ્રીભગવતી સૂત્રના વિરોધને દૂર કરી શ્રી સૂત્રકૃતસૂત્રના વિરોધ સામે ન જોયું. શ્રી સૂત્રકૃતસૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે-‘ આધાકર્મિક
-
DEEDED
DEEEEEEE
99
E
-
૪૪
D