________________
ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિમાં જે વિકલ્પ દર્શાવ્યો છે તેનું શ્રી સ્થાનાલ્ગાદિ સૂત્રના પાઠથી સમર્થન કરાય છે -
इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता । युक्ता चाशुभदीर्घायु हेतुता सूत्रदर्शिता ॥ १-२५ ॥
“આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી ભાવવિશેષને લઈને અલ્પશુભાયુષ્ય કર્મનો બંધ અને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે. આ પ્રમાણે શ્રીસ્થાનાગ સૂત્રમાં જણાવેલી વાત સદ્ગત થાય છે.” આ પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયતોને અશુદ્ધદાન આપવાથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે – આ પ્રમાણે ફળની ભજના એક્વીસમા શ્લોકમાં વર્ણવી છે. પ્રકારાન્તરે એ જ વાત ચોવીસમા શ્લોકમાં જણાવી છે. એનું સમર્થન આ શ્લોકમાં શ્રી સ્થાનાલ્ગ સૂત્રના અનુસન્ધાનથી કર્યું છે.
એનો ભાવાર્થ એ છે કે આ રીતે સંતને અશુદ્ધદાન આપવાથી આશયની વિલક્ષણતાના કારણે દાન આપનારને અલ્પ શુભ-આયુષ્ય કર્મનો બન્ધ થાય છે. અને કોઈ વાર અશુભ દીર્ઘ આયુષ્ય કર્મનો બન્ધ થાય છે. સંયતને અશુદ્ધ દાન આપનાર દાતા જો મુગ્ધ હોય અને પાસત્યાદિથી સંયતને કોઈ પણ રીતે આપવાથી એકાન્ત લાભ જ થાય છે......ઈત્યાદિ રીતે ભાવિત હોય તો તે દાતાને અલ્પસ્થિતિવાળું શુભઆયુષ્યકર્મ બંધાય છે. અને દાતા સંયતની પ્રત્યે દ્વેષ, અસૂયા કે માત્સર્ય વગેરેથી અભિનિવિષ્ટ (અભિનિવેશવાળો) હોય અને તેથી સંયતને અશુદ્ધ દાન આપી ચારિત્રથી ભ્રષ્ટ કરવાના આશયને તે ધરતો હોય ત્યારે તેવા અભિનિવિષ્ટ દાતાને; સંયતને અશુદ્ધ દાન આપવાથી દીર્ઘસ્થિતિવાળું અશુભ આયુષ્યકર્મ બન્ધાય છે. સંયતને
DEEDIF\ D]bIF D]DF]P GUSGST/SEBSITE
MEEPSI|BIG DEEPIES