Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ અશુદ્ધ આહારનું પ્રદાન કરવાથી તેમ જ પૂર્વે જણાવ્યા મુજબ દુષ્કાળ, અટવી વગેરેનું ઉલ્લંઘન અને રોગ વગેરે કારણે મહાત્માને અશુદ્ધ આહારાદિનું પ્રદાન કરવાથી મહાત્મા અને દાન આપનાર ગૃહસ્થ – એ બંનેને લાભ થાય છે. કારણ કે દાન આપનાર ગૃહસ્થ વિવેકથી શુદ્ધ અન્તઃકરણવાળો છે; અને મહાત્મા ગીતાર્યાદિપદના સ્વામી છે. અન્યથા સુપાત્ર ગીતાર્થ ન હોય અથવા તો દુષ્કાળાદિ કારણ ન હોય તો સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી લેનાર અને આપનાર બંનેને લાભ થતો નથી... ૧-૨૩ / - ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય - એ બરાબર છે. પરન્તુ સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને કર્મનિર્જરા ઘણી થાય છે અને પાપલબ્ધ ખૂબ જ અલ્પ થાય છે - આ પ્રમાણે જે ભગવતી સૂત્રમાં લખ્યું છે તે કઈ રીતે સંગત થાય ? કારણ કે અપવાદથી પણ અશુદ્ધદાન આપવાથી; આજ્ઞાપાલનનો ભાવ હોવાના કારણે ફળમાં ફરક પડતો નથી - આ શંકાના સમાધાન માટે જણાવાય છે – अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥ १-२४ ॥ અથવા જે ગૃહસ્થ શિકારીના દૃષ્ટાન્તથી ભાવિત એવો મુગ્ધ છે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી ખૂબ જ અલ્પપાપનો બન્ધ થાય છે અને કર્મનિર્જરા ઘણી થાય છે.' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વ શ્લોકથી સંયતને અશુદ્ધદાન આપવાથી ગ્રહણ કરનાર સંયતની અપેક્ષાએ અને દુષ્કાળાદિ કારણની અપેક્ષાએ જે ફળની પ્રાપ્તિ વૈકલ્પિક હતી તે બતાવી છે. હવે આ શ્લોકથી દાન આપનાર ગૃહસ્થની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા GિED; DFDF GGINGGG/Sg/DGE DDDDED. GIDC GIDGUDGEgSGGE

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66