________________
પુણ્યાત્માઓએ કરેલા સુપાત્રદાનને નિરંતર યાદ રાખવાથી સુપાત્રદાનના પ્રથમ ભંગની સંશુદ્ધતા બરાબર સમજાશે. સંયોગો મુજબ મર્યાદાનું પાલન કરવાના બદલે મર્યાદાના પાલન માટે સંયોગો ઊભા કરવાથી જ પરમપદે પહોંચવાનું શક્ય બનશે. અન્યથા કોઈ પણ રીતે પરમપદે નહિ પહોંચાય. સુપાત્રને શુદ્ધદાન આપવા માટે શુદ્ધ દ્રવ્ય અને સુપાત્ર બંન્નેની અપેક્ષા છે. ગમે તે આપવાથી અને ગમે તેને આપવાથી સુપાત્રદાન વિશુદ્ધ થતું નથી-એ યાદ રાખવું જોઈએ.
સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે તેથી આ બીજા ભાંગામાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરેના કાળને કારણે, અથવા તો વિશિષ્ટ દ્રવ્યના કારણે, અટવી વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સંયતાત્માને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરન્તુ દુષ્કાળસ્વરૂપ કાલાદિનું કોઈ કારણ ન હોય અને સંયતાત્માને અશુદ્ધદાન અપાય તો તેથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિ કારણની અપેક્ષાએ અને કાલાદિ કારણના અભાવની અપેક્ષાએ નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ અને તેનો અભાવ હોવાથી બીજા ભાંગામાં ફળને આશ્રયીને વિકલ્પાત્મક ભજના છે.
અસંયતને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજો ભાંગો અને અસંયતને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથો ભાંગો-આ બંન્ને ભાંગા તો અનિષ્ટ ફળને જ આપનારા છે; કારણ કે અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી એકાન્તે કર્મબન્ધ થાય છે-એમ મનાય છે. ॥ ૧-૨૧ ॥ સુપાત્રદાનના પ્રથમ ભાંગાની શુદ્ધિ જણાવાય
છે
DEEEEEEE
םםםםםםם
૩૭
DO
DE
DO CC/CC
DE