Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ આરાધ્યસ્વરૂપે સુપાત્રાદિના જ્ઞાનને પણ ભક્તિ કહેવાય છે. “આ મારા આરાધ્ય-આરાધનીય છે આવા પ્રકારના જ્ઞાનને ભક્તિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રને આરાધ્ય માનવાનો પરિણામ જ ભકિત છે. આરાધનાના વિષયને આરાધ્ય કહેવાય છે. ગૌરવાન્વિત સુપાત્ર એવા પૂ. સાધુમહાત્માદિના પ્રીતિની કારણભૂત એવી દાનાદિ ક્લિાને આરાધના કહેવાય છે. દાનાદિ ક્રિયાથી જોકે પૂ. સાધુભગવન્તાદિને તેઓ રાગાધીન ન હોવાથી કોઈ પણ રીતે પ્રીતિનો સંભવ નથી. પરંતુ અહીં ગૌરવિત પૂ. સાધુભગવન્તાદિની, દાનાદિ કિયા સ્વરૂપ જે સેવા છે તેને આરાધના કહેવાય છે. તેથી કોઈ દોષ નથી. મૂળ શ્લોકમાં ભવનિસ્તારની ઈચ્છાને ભક્તિ કહી છે અને ટકામાં જ્ઞાનવિશેષને ભક્તિ તરીકે વર્ણવ્યું છે. આમ જોઈએ તો બન્નેમાં ફરક છે.પરન્તુ તાદૃશ ઈચ્છા કે તાદૃશજ્ઞાન સ્વરૂપ ભક્તિથી ભવનિતારસ્વરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી ફળને આશ્રયીને ભક્તિના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. જેનું ફળ એક - તુલ્ય- છે; તે કારણમાં ફળને આશ્રયીને ભેદ માનવાનું કોઈ કારણ નથી... તે સમજી શકાય છે. આવી ભક્તિથી સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા માટે સમર્થ બને છે. ગૃહસ્થજીવનમાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સુપાત્રદાન જેવું કોઈ ઉત્તમ સાધન નથી. ખૂબ જ સરળતાથી સેવી શકાય એવું એ અદ્ભુત સાધન છે. સુપાત્રદાનમાં કઈ વસ્તુ અપાય છે એનું મહત્ત્વ નથી પરંતુ કેવી ભક્તિથી અપાય છે એનું મહત્ત્વ છે. વસ્તુ ઉત્તમમાં ઉત્તમ હોય પરંતુ ભવનિસ્તારની ભાવના ન હોય તો તેવા સુપાત્રદાનથી કોઈ વિશેષ લાભ નહિ થાય. આપીને છૂટા નથી થવું પણ આપીને મુક્ત થવું છે.'- આવી ભાવના કેળવ્યા વિના સુપાત્રદાન સારી રીતે કરી શકાશે નહિ..૧-૨ના BEDED]D]D]D]D]B 9 DEEDED]D]SFDF\E

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66