________________
સુપાત્રદાનનું પરિશુદ્ધ સ્વરૂપ સમજાવાય છે – पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ॥ १-२१ ॥
સુપાત્રદાનને આશ્રયીને ચાર ભાંગા (વિકલ્પ પ્રકાર) થાય છે. તેમાં પ્રથમ ભાગો શુદ્ધ છે. બીજો ભાગો કોઈ વાર શુદ્ધ અને કોઈવાર અશુદ્ધ (ફળની પ્રત્યે અપ્રયોજક) મનાય છે. બાકીના બે ભાંગા અનિષ્ટ ફળને આપનારા છે.” આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયત(સુપાત્ર)ને શુદ્ધ દાન આપવું સંયતને અશુદ્ધદાન આપવું; અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધ દાન આપવું. આ રીતે પાત્રદાન (સુપાત્રદાનને આશ્રયીને )ના વિષયમાં ચાર ભાંગા થાય છે.
આમાંનો પ્રથમ ભંગ (સંતને શુદ્ધદાન) અત્યન્ત શુદ્ધ છે; કારણ કે તે નિર્જરાને જ કરાવે છે. સામે સુપાત્ર હોય અને આપવાની વસ્તુ નિરવઘ (અચિત્ત) એષણીય (પૂ. સાધુમહાત્માને ચાલે એવી) અને કચ્ચ (બેતાળીસ દોષથી રહિત) હોય; આવા વખતે ભક્તિપૂર્વક જે સુપાત્રદાન થાય તે ખૂબ ખૂબ નિર્જરાનું કારણ બને – એ સમજી શકાય છે. જોકે આ રીતે સંયતાત્માને શુદ્ધદાન આપવાનું એટલું સહેલું નથી. હૃદયની અતિશય ઉદારતા હોય તો શુદ્ધ વસ્તુનું દાન કરી શકાય. શુદ્ધ વસ્તુ કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઈવાર કોઈને કોઈ દોષ લાગી જાય એવું બને. તેથી સદાને માટે શુદ્ધ દ્રવ્ય આપણી પાસે હોય તો સુપાત્રદાન શુદ્ધ થાય. પરન્તુ એ માટે હૈયાની ઉદારતા ઠીક ઠીક પ્રમાણમાં હોવી જોઈએ. શ્રીશાલિભદ્રજીના જીવે અને શ્રીગુણસાર શ્રેષ્ઠી વગેરે
@DEDGUFDTDDDED
GDD DDDDDD