Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ સૂ. મહારાજા શંખ વગાડવા પૂર્વક અર્થઓને દાન અપાવતા હતા એમ કહેવાય છે. પરંતુ આ સંભવિત નથી. કારણ કે ગ્રન્થકારશ્રી સંવિગ્નપાક્ષિક હતા. જે સંવિગ્ન અથવા સંવિગ્ન પાક્ષિક હોય છે તેઓશ્રી આગમવિરુધ (અનામિક) અર્થનો ઉપદેશ આપતા નથી. કારણ કે આગમબાહ્ય અર્થના ઉપદેશથી સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ જ રહેતું નથી, તેની હાનિ થાય છે. આથી કહ્યું છે કે આગમથી વિરુદ્ધ એવા અર્થનો ઉપદેશ; પરમાર્થથી અનુપદેશ છે. અનુપદેશ દુષ્ટવચન સ્વરૂપ છે અને ભવાન્તરે તે કડવા વિપાકને આપનારો છે-એમ જાણતા હોવાથી સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિકો અનુપદેશ આપતા નથી. તેમના વચનમાં તથાકાર (સ્વીકાર) કરવો જોઈએ. એ મુજબ ન કરીએ તો અતથાકાર મિથ્યાત્વસ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧-૧૯ / અનુકંપાદાનનું સ્વરૂપ વર્ણવીને હવે સુપાત્રદાનનું સ્વરૂપ વર્ણવાય भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ॥१-२० ॥ “પોતાને સુપાત્રથી (અર્થાત્ સુપાત્રને દાન આપવા વગેરેથી) ભવથી પાર પામવાની જે ઈચ્છા છે તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે.' - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુપાત્ર પૂ. સાધુભગવન્તાદિને દાન આપીને પોતાને સંસારથી વિસ્તાર પામવાની ઈચ્છાને ભક્તિ કહેવાય છે. “ આ ગ્રહણ કરો અને મને સંસારથી પાર ઉતારો' - આવી ભાવનાપૂર્વક દાન આપવાથી ભક્તિપૂર્વક સુપાત્રદાન થાય છે. GDDEDDDDDED D]D]DFDF\ D]SFDFD

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66