________________
વખતે તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યાનુબધી એવા પુણ્યથી મળેલી ભોગસામગ્રીનો ભોગ કરવાનો પરિણામ-અધ્યવસાય ન હોવાથી ખરી રીતે ભોગની પ્રાપ્તિ વગેરે થતી નથી. મન્ચેલું જલ પણ શ્રદ્ધાને લઈને જીવોને અમૃતનું કાર્ય કરી આપનારું બને છે; તેમ અહીં પુષ્ટાલંબને કરેલું અનુકમ્પાદાન ભોગનું કારણ હોવા છતાં ભોગનો પરિણામ ન હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે શાસનની પ્રભાવના વગેરે પુષ્ટ આલંબનને લઈને અનકમ્પાદાન કરવાથી પૂ. સાધુભગવન્તોને કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે ઉપર જણાવેલી વાતને અનુલક્ષી દરેક સાધુ-સાધ્વીને એવી અનુમતિ અપવાદે પણ નથી. પૂ. ગીતાર્થ સાધુમહાત્માને જ એવો વિશિષ્ટ અધિકાર છે. શાસનપ્રભાવનાના યથાર્થ અર્થનો જેને સહેજ પણ ખ્યાલ નથી એવા લોકોને એવી આપવાદિક પ્રવૃત્તિ કરવાનો કોઈ જ અધિકાર નથી. શાસનની આરાધના અને શાસનની પ્રભાવના એ બન્નેનો પરમાર્થ સમજાય તો ચોક્કસ જ વિપૂર્વક વર્તી શકાશે. આજની અનુકપ્પાદાનની પ્રવૃત્તિ ખૂબ જ વિચિત્ર છે. શાસ્ત્રીય રીતે વિચારીએ તો સમજાશે કે આજની અનુકમ્પાદાનની પ્રવૃત્તિને અનુકમ્પાદાન તરીકે વર્ણવી શકાય એવું નથી. સામા જીવના માત્ર દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુકમ્પાદાન વિવેકપૂર્વક કરવાનું છે. એના બદલે મોટા ભાગે સામા જીવ ઉપર ઉપકાર કરવાની ભાવનાથી અનુકંપાદાન થવા માંડ્યું છે. આવી તો કંઈકેટલી ય વિકૃતિઓ અનકમ્પાદાનની પ્રવૃત્તિમાં પ્રવેશી છે. આત્માથ જનોએ પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત પાસેથી એ જાણી લેવી જોઈએ. ૧-૧૦
અહીં કારણવિશેષમાં પૂ. સાધુભગવન્તો અનુકમ્પાદાન કરેએ વાતનું સમર્થન, પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના