Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ नैवं, यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वह्न र्दाह्यं विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥ १-१७॥ પૂર્વે શંકાકારે જણાવ્યા મુજબ પૂ. સાધુભગવન્તોને કારણે પણ કરાતા અનુકમ્પાદાનથી જે અનિષ્ટ પુણ્યબબ્ધ થાય છે.... ઈત્યાદિ જે વાત છે તે બરાબર નથી. કારણ કે જે પુણ્યબન્ધ થાય છે; તે પણ શુભના ઉદયવાળો અર્થાત્ સદ્વિપાકવાળો અને ધર્મમાં કારણભૂત છે. અનુકંપાદાનની પ્રવૃત્તિથી જ પુષ્ટાલંબનસ્વરૂપ દશાવિશેષમાં અનુષદ્ગથી પુણ્યાનુબન્ધી પુણ્યનો સંભવ હોવાથી ભોગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રાણાતિપાતવિરમણાદિ સ્વરૂપ મહાવ્રતાદિના પાલનમાં આ રીતે પુણ્યાનુબન્ધી પુણ્યનો સંભવ માન્યો છે; જે, મોક્ષપ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ નથી. અગ્નિની જેમ પોતાના દાદ્ય(ઈન્ધનબાળવા-યોગ્ય)નો નાશ કરી પોતાની મેળે નાશ પામવાના સ્વભાવવાળું તે પુણ્યાનુબન્ધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય; પાપનો નાશ કરી પોતાની મેળે જ નાશ પામે છે. જ્યાં શાસ્ત્ર-પ્રતિપાદિત અર્થનો બાધ-વિરોધ થવાથી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવો પુણ્યબન્ધ થાય છે ત્યાં દોષ છે. દશાવિશેષમાં કરાતા અનુભ્યાદાનથી શાસ્ત્રાર્થનો બાધ થતો ન હોવાથી ત્યાં નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક એવા પુણ્યનો અભાવ હોવાથી કોઈ દોષ નથી. ૧-૧ળા આપવાદિક અનુકશ્માદાનથી થનારા પુણ્યબધથી ભોગની પ્રાપ્તિ પણ થતી નથી. અને તેથી ભવપરંપરાનો પ્રસંગ આવતો નથી, એ જણાવાય છે भोगाप्तिरपि नैतस्मादभोगपरिणामतः । मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥ १-१८ ॥ આશય એ છે કે કારણે (અપવાદે) કરાતા અનુકમ્પાદાન DISEIN DE DEE DEDIC, NSDF\ EIDS|DF,DF\DF\ D\0 dbsclGOOGOS૩૧m/GfGONNNNOS

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66