________________
હોવા છતાં પીડાનો પ્રતીકાર ન કરાય તો શાસ્ત્રમાં વિહિત એવા તેનો બાધ થશે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે.
તેનો આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુમહાત્માઓ પ્રગટ ભોજન કરે તો જ્યારે દીન વગેરે લોકો માંગે ત્યારે તેમને ભોજનાદિનું દાન કરવાથી પુણ્યબન્ધ થશે. કારણ કે જેમને અનુકમ્પાનો પરિણામ છે તેઓ આપ્યા વિના વાપરી શક્તા નથી. અત્યન્ત ધૃષ્ટતાનું આલંબન લઈને જો દીનાદિને દાન આપવામાં ન આવે તો દીનાદિને અપ્રીતિ થાય; શ્રી જૈનશાસન પ્રત્યે દ્વેષ થાય અને પરલોકમાં કુગતિ પ્રાપ્ત થાય; આવા પ્રકારની પીડા, તે દીનાદિને થાય. “દીનાદિને ભોજનાદિ નહિ આપવાનું શાસ્ત્રથી વિહિત છે, તેથી એ મુજબ પૂ. મુનિભગવન્તો ભોજનાદિ તેમને આપે નહિ અને તેથી તેમને પીડા થાય એ વાત સાચી છે પરન્તુ પૂ. સાધુભગવન્તોને; દીનાદિને પીડા પહોંચાડવાનો પરિણામ ન હોવાથી તેમને કોઈ દોષ નથી.”- આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શતિ હોવા છતાં પીડા-પરદુ:ખનો ઉદ્ધાર કરવામાં ન આવે તો, બીજાની અપ્રીતિના પરિહાર માટે પ્રયત્ન કરવો જોઈએ’આ શાસ્ત્રાર્થનો બાધ થશે. કારણ કે રાગદ્વેષની જેમ; શતિને છુપાવવાનું પણ ચારિત્ર માટે બાધક છે. રાગ અને દ્વેષ જેમ ચારિત્રનો ઘાત કરે છે તેમ શતિને છુપાવવાથી પણ ચારિત્રનો ઘાત થાય છે.
આશય એ છે કે શક્તિ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માના વચન મુજબ ધર્મ ન કરીએ તો વીર્યંતરાય કર્મનો બંધ થાય છે, જેના વિપાકમાં આત્માના કોઈ પણ ગુણને પ્રગટ કરવામાં સહેજ પણ ઉલ્લાસ જ આવતો નથી. પરિણામે આત્માને ચારિત્રાદિ કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે મોહનીય વગેરે કર્મમાં અન્તરાય કર્મ બહુ જ ખરાબ છે. મોહનીયાદિ કર્મના ક્ષયોપશમની આડે આવનારા વર્યાન્તરાય કર્મના બધથી સર્વથા દૂર રહેવું જોઈએ.