________________
शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् । सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ॥ १-२२ ॥
“સુપાત્રને શુદ્ધદાન આપ્યા પછી અનુબન્ધસહિત શુભપુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબન્ધસહિત પાપનો બન્ધ થતો નથી અને પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત થવાય છે.’’ આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે - જેઓએ ભૂતકાળમાં કરેલાં પાપ કર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે એવા સંયતાત્માને શુદ્ધ અન્ન,વસ્ત્ર વગેરે આપવાથી સાનુબન્ધપુણ્યાનુબન્ધી પુણ્યનું ઉપાર્જન થાય છે. તેથી પાપાનુબન્ધી પાપનો બંધ દાતાને થતો નથી; અને સુપાત્રદાનને કરનારો પૂર્વે બન્ધાયેલાં પાપથી મુક્ત બને છે. આ રીતે ક્રમે કરી તે તે પાપની નિવૃત્તિ થયે છતે મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો ભંગ કરનાર પુણ્ય ન હોવાથી મોક્ષની પ્રામિ સુલભ બને છે. કારણ કે અહીં જે પુણ્ય છે તે મોક્ષ તરફના પ્રયાણનો ભંગ કરનારું નથી. ॥ ૧-૨૨ ॥
-
સંયતોને અશુદ્ધ વસ્તુનું દાન આપવા સ્વરૂપ બીજા ભાંગામાં ફળની વૈકલ્પિકતા જણાવાય છે
-
भवेत् पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि द्वयोर्लाभाय नान्यथा ॥ १-२३॥
‘‘ સુપાત્રવિશેષમાં અથવા તેવા પ્રકારના કારણવિશેષે અશુદ્ધ એવું પણ દાન બંન્નેના (લેનાર અને આપનારના ) લાભ માટે થાય છે. અન્યથા અશુદ્ધદાન લાભ માટે થતું નથી.” આ’પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આગમમાં જણાવ્યા મુજબ પૂ. ગીતાર્થ અભ્યસ્તયોગી વગેરે વિશિષ્ટ મહાત્માને
TECTEDEE
EEEEEEEEEEE
૩૮ DDDDDD
-