Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ જણાવાય છે. શ્લોકમાંનું ‘અથવા’ આ પદ આવા પ્રકારના પક્ષાન્તરને જણાવે છે. જે ગૃહસ્થ મુગ્ધ છે; એટલે કે સત્ શાસ્ત્રોનો અર્થ જાણતો નથી અને પાસસ્થાથી ભાવિત છે, તે મુગ્ધ એવો ગૃહસ્થ સંયતને તે અશુદ્ધ દાન આપે તો તેથી તેને અલ્પ પાપબન્ધ અને ઘણાં કર્મની નિર્જરા થાય છે. પાર્શ્વસ્થ - પાસસ્થાઓએ એ ગૃહસ્થને એવું સમજાવ્યું છે કે, જેમ શિકારી લોકો ગમે તે રીતે મૃગલાઓની પાછળ દોડ્યા જ કરે છે તેમ ગૃહસ્થે પણ સાધુભગવન્તને ગમે તે રીતે દાનાદિ આપવા દ્વારા અનુસરવું જોઈએ. વસ્તુ કેવી છે વગેરે જોવાની જરૂર નથી. આપવાથી ઘણો જ લાભ છે... વગેરે સાંભળીને ગૃહસ્થ અત્યન્ત મુગ્ધ હોવાથી શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના જ્યારે સંયતાત્માને અશુદ્ધ દાન આપે છે ત્યારે તે ગૃહસ્થને અત્યન્ત અલ્પપાપનો બંધ થાય છે; અને કર્મની નિર્જરા ઘણી થાય છે. આથી સમજી શકાશે કે દાતા ગૃહસ્થ ઉપર જણાવ્યા મુજબ પાસસ્થાથી ભાવિત અને મુગ્ધ ન હોય ત્યારે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી કર્મનિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, અન્યથા થાય છે. આ રીતે બીજા ભાંગામાં દાતાની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા આ ગાથાથી જણાવી છે. અહીં યાદ રાખવું જોઈએ કે પહેલા અને બીજા ભાંગામાં સંયતને જ દાન આપવાની વાત છે. ભક્તિપૂર્વક દાન આપવાના પાત્ર તરીકે અહીં સંયતને જ જણાવ્યા છે. અસંયતને દાન આપવાનું તો ઈષ્ટ જ નથી. ઘરે આવ્યા છે માટે ઉચિત કરવું પડે તે જુદી વાત છે. પરન્તુ ભક્તિ કરવી હોય તો સુપાત્રની જ કરવાની હોય. માટે દાનમાં પાત્રાપાત્રનો વિવેક પૂર્ણપણે હોવો જોઈએ. અન્યથા વિવેકહીન પ્રવૃત્તિ અનર્થનું કારણ બન્યા વિના નહિ રહે... ૧-૨૪ ॥ 94000 deb DET ૪૦ DEE םםםםם

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66