________________
અષ્ટપ્રકરણનાં વચનોથી કરાયું છે. પરંતુ તેઓશ્રીએ પોતાની અનુકપ્પાદાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે અભિનિવેશ(કદાગ્રહ)- થી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે, તેથી તે પ્રમાણભૂત ન મનાય-આ પ્રમાણે શંકા કરીને સમાધાન કરાય છેन च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो ह्यदोऽभाणीद् यतः संविग्नपाक्षिकः ॥ १-१९॥
“પોતાની અનુકમ્પાદાનની પ્રવૃત્તિના સમર્થન માટે પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ એ (પૂ. સાધુભગવન્તોએ કારણે અનુકમ્પાદાન કરવું જોઈએ -એ) જણાવ્યું છે માટે તે ઉચિત નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એ વાત સંવિગ્નપાક્ષિક એવા પૂ. શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્ચિતપણે જણાવી છે.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પોતાની અસંયતને દાન આપવાની જે પ્રવૃત્તિ હતી; તેના સમર્થન માટે “શ્રી અષ્ટક પ્રકરણ માં ગ્રન્થકાર પરમર્ષિશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કારણે પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરી શકે.. વગેરે જણાવ્યું છે, માટે તે સુંદર નથી- આ પ્રમાણે શંકા કરનારાનું કહેવું છે.એના સમાધાનમાં અહીં જણાવ્યું છે કે; એ શંકા બરાબર નથી. કારણ કે શ્રી અષ્ટક પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવિગ્નપાક્ષિક હતા. નિશ્ચિત રીતે તેઓશ્રીએ જણાવેલી એ વાત સર્વથા સાચી છે. કારણ કે સંવિઝપાક્ષિક અસત્ય બોલતા નથી.
એ જ વાત સત્તાવીશમા અષ્ટકના વિવરણમાં જણાવી છે. પોતાની અસંયતને દાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે આ અષ્ટક છે- એમ કેટલાક લોકો માને છે. ભોજનકાળે પૂ.આ.ભ.શ્રી. હરિભદ્ર