________________
,,
-
જેઓ અનુકંપાદાનને પ્રશંસે છે..’ઈત્યાદિ ‘શ્રી સૂત્રકૃતાંગ’ માં જે જણાવ્યું છે તે પણ પુષ્ટાલંબન સ્વરૂપ દશાવિશેષને છોડીને અન્ય વિષયમાં હોવાથી તેનો વિષય અન્યત્ર યુક્ત છે તે બુદ્ધિમાને વિચારવું જોઈએ.'' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘શ્રી સૂત્રકૃતાર્ગ’ સૂત્રમાં જણાવ્યું છે કે, “ને ૩ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ णं पडिसेहंति વિત્તિષ્ઠેત્રં સ્તૃતિ તે ॥ '' અર્થાર્ જેઓ અનુકંપાદાનને; તે કરવું ॥ જોઇએ-ઇત્યાદિ રીતે પ્રશંસે છે તેઓ પ્રાણીઓના વધને ઇચ્છે છે. અને જેઓ અનુકંપાદાનનો, તે કરવું ના જોઈએ-ઈત્યાદિ રીતે નિષેધ કરે છે; તેઓ આજીવિકાનો વિચ્છેદ કરે છે. આથી પુષ્ટાલંબને જેઓ અનુકમ્પાનું દાન કરે છે, તેમને આ રીતે પ્રાણીવધનું પાપ લાગે છે – એમ સ્પષ્ટ રીતે ઉપર જણાવેલા વચનથી જણાય છે. તેથી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ આવે છે; પરન્તુ એ વચન પણ અપુષ્ટાલંબને જેઓ અનુકંપાદાન કરે છે તેમને ઉદ્દેશીને છે. પુષ્ટાલંબને કરાતા અનુકંપાદાનની ત્યાં વાત નથી. આ પ્રમાણે ‘શ્રીસૂત્રવૃત્તાંન' સૂત્રનો વિષય દાવિશેષને આશ્રયીને હોવાથી તેનાથી ભિન્ન વિષયમાં તે સૂત્રનો કોઇ વિરોધ નથી.........એ પ્રમાણે બુદ્ધિમાન આત્માએ સૂત્રના તાત્પર્યથી વિચારવું જોઈએ. પરન્તુ પદાર્થમાત્રમાં મૂઢતા ધારણ કરવી ના જોઈએ. અપુષ્ટાલંબનના વિષયરૂપે જ એ સૂત્રને સઙ્ગત કર્યું છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે-યે તુ વન પ્રશંસન્તિઈત્યાદિ જે સૂત્ર આ અનુકંપાદાનના વિષયમાં યાદ કરાય છે તે સૂત્રનો વિષય અવસ્થાવિશેષને આશ્રયીને મહાત્માઓએ જોવો જોઈએ... ૧-૧૩ ૫
66
પૂ. સાધુભગવન્તોને પુણ્યબન્ધ ઈષ્ટ-ઉપાદેય ન હોવાથી પુણ્યબન્ધના કારણભૂત એવા અનુકંપાદાનને તેઓ કઇ રીતે કરી શકે,
BIR FREE BIRDSS)
૨૭ થી થતું હતું પર્વ છે
DE
767777977