________________
આ રીતે પુષ્ટ આલંબને પણ પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરે તો અસંયતિને પોષવાના કારણે નરકાદિગતિયોગ્ય કર્મબંધનો પ્રસંગ આવશે - આ શંકા જણાવવા પૂર્વક તેનું સમાધાન કરાય છે – न चाधिकरणं ह्येतद् विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम् ॥ १-११॥
પુષ્ટ આલંબને કરેલું આ અનુકંપાદાન વિશુદ્ધ આશય હોવાથી અધિકરણરૂપે મનાતું નથી. પરંતુ વર્તમાન ગુણોથી ભિન્ન એવા ગુણોનું સ્થાન મનાય છે; જે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણનું કારણ છે...” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે કોઈ પ્રબળ કારણે પૂ. સાધુભગવન્ત કરેલું અનુકંપાદાન અધિકરણ બનતું નથી. અર્થાત્ અસંયતિના સામર્થ્યને (તેને દાન આપવા દ્વારા) પુષ્ટ કરવાથી આત્મા નરકાદિ ગતિનો ભાજન બનતો નથી. કારણ કે પોતાની કક્ષા મુજબ ઉચિત પ્રવૃત્તિનો વિશુદ્ધ આશય છે. એક જ સરખું દેખાતું કર્મ (કાય) પણ ભાવઆશય જુદો હોવાથી જાદુ છે - એ સમજી શકાય છે. તેથી પૂ. સાધુભગવન્ત કરેલું અનુપાદાન; નરકાદિ ગતિ પ્રાયોગ્ય કર્મબન્ધના કારણ સ્વરૂપ અધિકરણ તો નથી જ; પરન્તુ ગુણાન્તરના કારણભૂત અન્ય ગુણોનું સ્થાન છે. આ રીતે પુષ્ટ કારણે કરાતા અનુકંપા-દાનમાં અનર્થ નથી- એ જણાવીને અર્થ(ઈસ્ટ)પ્રામને જણાવી છે. શ્લોકમાં ગરિ તુ શબ્દ અભ્યશ્ચર્ય અર્થમાં પ્રયુક્ત છે. એક વસ્તુ જણાવ્યા પછી એને જ દૃઢતાપૂર્વક પ્રકારાન્તરથી જણાવાય છે, ત્યારે અભુચ્ચય હોય છે. ઉપર જણાવ્યા મુજબ અહીં અનુકંપાદાનમાં અનર્થ નથી-એ જણાવીને અર્થપામિને જણાવી છે. તેથી એ સૂચિત થાય છે કે કોઈ
SUBS]D] BED) BsBEE ANTED]D]]D]D]D]D]D GANGSUNGGEDGE,