________________
કહેવાનો આશય એ છે કે યોગ્ય કાળે (અવસરે) અલ્પ એવું પણ કર્મ, લાભનું કારણ બને છે. પરંતુ અકાળે (અનવસરે) ઘણું પણ કર્મ લાભ માટે થતું નથી. વૃષ્ટિ(વરસાદ) થયે છતે એકાદ કણની કરોડગણી વૃદ્ધિ થાય છે. પરન્તુ વરસાદ થયો ન હોય તો પુષ્કળ કણની પણ વૃદ્ધિ થતી નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. તેથી કોઈ પણ જાતનું શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાન, શાસ્ત્રમાં જણાવેલા તે તે નિયત કાળે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અન્યથા તે પ્રમાણે ન કરવાથી તે તે અનુષ્ઠાનો અર્થહીન થશે. ૧-૮ છે.
અવસરોચિત અનુષ્પાદાનના પ્રાધાન્યનું સમર્થન કરવા ભગવાનનું દૃષ્ટાન્ત જણાવાય છે
धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ॥ १-९॥
યોગ્ય અવસરે અલ્પ પણ કાર્ય લાભ માટે જ થતું હોવાથી અનુકમ્પાદાન ધર્મનું અલ્ગ છે- એ સ્પષ્ટ કરવા માટે દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાને પણ એક વર્ષ સુધી સુવર્ણ-મહોરોનું દાન આપ્યું. તેથી ધર્મના અવસરે આદરેલું અનુકંપાદાન બધાને પોતાની અવસ્થાને અનુરૂપ ધર્મનું કારણ બને છે-એ સ્પષ્ટ થાય છે. અષ્ટક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે, “બધાને પોતાની અવસ્થા પ્રમાણે અનુકમ્પાથી કરેલું દાન પણ ધર્મનું કારણ બને છે- એ જણાવવા માટે બુદ્ધિના નિધાન શ્રી તીર્થંકરપરમાત્માએ વાર્ષિકદાન આપ્યું હતું.”
આથી સમજી શકાશે કે અનુકશ્માદાનનું કેટલું મહત્ત્વ છે. અનુકંપાદાન પણ વિવેકપૂર્વક કરતાં આવડે તો ચોક્કસ જ ધર્મનું અંગ બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં સાચું કહીએ તો દાનનું સ્વરૂપ જ બદલાયું છે. અનકમ્પાદાન જે આશયથી વિહિત છે તે આશય તો
DિS|DF\ D]DEDIESE
N S|DF\SFDF\ EIFENDITED