________________
તેથી તેનો ઉપદેશ અપાય નહિ. વાવડીઓ, કૂવા, તળાવ કે સરોવર ખોદાવવાં, યક્ષાદિનાં ચૈત્યો બનાવવા અને અન્નશાળા વગેરે ખોલાવવી... ઇત્યાદિ પૂર્ણ કર્યો છે. નરકાદિ ગતિમાં લઈ જનારાં એ કર્મોનો ઉપદેશ સર્વથા ત્યાજ્ય છે... ૧-૪ .
ઉપર જણાવ્યા મુજબ પૂર્તકર્મમાં અનુકંપા મનાતી ન હોય તો દાનશાળાદિ પણ પૂર્ણ કર્મ હોવાથી; વિશિષ્ટ કારણે કરાતા એ કર્મ પણ નહિ કરવા જોઈએ. એમ થાય તો દાનશાળાદિ કર્મના ઉચ્છેદનો પ્રસંગ આવશે - આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે –
पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावत: ॥ १-५॥
શ્રીતીર્થંકર પરમાત્માના પ્રવચનની પ્રશંસા, સ્તવના વગેરેના કારણે જે ઉન્નતિ થાય છે, તેથી લોકોને સમ્યગ્દર્શનાદિના બીજનું આધાન અને મે કરી બીજનો પ્રરોહ વગેરે થાય છે, તેથી આવા પુષ્ટ આલંબન સ્વરૂપ સદ્ભાવકારણની અપેક્ષાએ પ્રદેશી કે સમ્મતિ રાજા વગેરેનું દાનશાળા વગેરે કાર્ય હતું. તેથી તેમાં પૂર્તકર્મત્વનો પ્રસંગ નથી. પ્રવચનની ઉન્નતિનો જે સદ્ભાવ છે તે પુષ્ટ આલંબનને આશ્રયીને કરાતાં દાનશાળાદિ કર્મો ઈષ્ટાપૂર્ત નથી. તે ૧-૨ //
પુષ્ટાલંબને કરાતાં દાનશાળાદિ કર્મો ઈષ્ટાપૂ નથી-તેનું કારણ જણાવાય છે – बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥ १-६॥
આશય એ છે કે દાનશાળાદિ કર્મથી પ્રવચનની ઉન્નતિ દ્વારા લોકોને બીજાધાનાદિની સિદ્ધિ થાય છે. અને તેથી કાલાન્તરે મોક્ષની