________________
પ્રયોજન જણાવાય છે –
स्तोकानामुपकारः स्यादारम्भाद् यत्र भूयसाम् । तत्रानुकम्पा न मता यथेष्टापूर्तकर्मसु ॥ १-४ ॥
ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે જ્યાં ઘણા જીવોનો આરંભ (હિંસાદિ) થવાથી થોડા જીવોને ઉપકાર થાય છે, ત્યાં ઈષ્ટ અને પૂર્વ કર્મની જેમ અનુકમ્પા મનાતી નથી. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવનારા ઋત્વિમ્ બ્રાહ્મણો દ્વારા મન્નાદિસંસ્કારપૂર્વક બ્રાહ્મણો સમક્ષ અન્તર્વેદિકામાં જે અપાય છે તે ઈષ્ટ કર્મ છે. અને વાવડીઓ, કૂવા, તળાવ, યક્ષાદિચૈત્યો અને અન્નપ્રદાન : આ બધાને પૂર્ણ કર્મ કહેવાય છે.
અહીં સમજી લેવું જોઈએ કે ઈષ્ટ કે પૂર્વ કર્મ સ્થળે નહિજેવા થોડા માણસોને દેખીતો (પારમાર્થિક નહિ) લાભ થતો હોય છે; તેથી થોડા લોકો ઉપર ઉપકાર થતો હોય તોપણ મહા-આરંભાદિના કારણે ચિકાર પ્રમાણમાં જીવોની હિંસા વગેરે થાય છે. માટે ઈષ્ટાપૂર્વકર્મસ્થળે અનકમ્પા મનાતી નથી. શ્રી જિનપૂજાદિ વખતે; પૃથ્વીકાયાદિથોડા જીવો ઉપર અપકાર બાહ્યદૃષ્ટિએ થવા છતાં ભવિષ્યમાં પૂજાદિનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા જીવો સકલ જીવોની રક્ષા કરનારા બને, આવી ભાવનાથી ઘણા જીવો ઉપર ઉપકાર છે. તેથી પૂજાદિ અનુષ્ઠાનમાં અનુકમ્પાનો આશય સ્પષ્ટ છે. ઈચ્છા પૂર્ણ કર્મમાં માત્ર ગણતરીના જ જીવોના પણ લૌકિક લાભનો જ આશય હોવાથી સહેજ પણ અનુષ્પા નથી. અહીં યાદ રાખવું જોઈએ કે અનુષ્પા પણ લોકોત્તર લાભ (ધર્મ) માટે વિહિત છે. માત્ર ઐહિક લાભના આશયથી કરાતાં અનુષ્ઠાનો અનુકમ્પાના આશયવાળાં નથી. ઈષ્ટાપૂર્વ કર્મોમાં ગ્રન્થકારશ્રીએ સ્પષ્ટપણે અનુકમ્પાનો અભાવ જણાવ્યો છે,
DDDDDDDDED
DિEDDDDDDD SONGSUNG GOD