________________
અનુકપ્પા અને ભક્તિ : એ બેમાં અનુકમ્પા, દુઃખનો ઉદ્ધાર કરવાની ઇચ્છાને કહેવાય છે. એ ઈચ્છાને પૂર્ણ કરતી વખતે જે પ્રયત્ન કરાય છે તે પ્રયત્ન અલ્પ જીવોને અસુખ થાય એવો હોય છે. દા. ત. શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાયિકાદિ જીવોને વિશે તેની અનુષ્પા કરનારા જીવો તે જીવોની જેમ અનુકંપા કરે છે; તેમ અહીં પણ સમજવું “શ્રી જિનેશ્વરદેવની પૂજામાં પૂજા કરનારા પૃથ્વીકાયાદિ જીવોની જેમ અનુકંપા કરે છે તેમ અલ્પ જીવોને જેનાથી અસુખ થાય છે એવા પ્રયત્નથી દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર કરવાની જે ઈચ્છા છે. તેને અનુકપ્પા અને ભક્તિ એ બેમાંથી પહેલી અનુકશ્મા કહેવાય છે.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશ: અર્થ છે.
આશય એ છે કે ભક્તિ અને અનુકમ્પા-એ બેનું સ્વરૂપ વર્ણવતાં પ્રથમ અનુકમ્માનું સ્વરૂપ આ શ્લોકથી વર્ણવ્યું છે. જેનાથી અલ્પ જીવોને અસુખ થાય છે એવા શ્રમ-પ્રયત્નને અભ્યાસુખશ્રમ કહેવાય છે. અસુખ એટલે સુખનો અભાવ. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો પરિણામ ન હોવાથી અને સુખ પ્રાપ્ત કરાવાતું ન હોવાથી અહીં ‘' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને અસુખ થાય એવા શ્રમથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છાને અનુકમ્મા કહેવાય છે. આથી સમજી શકાશે કે પરમાર્થથી બલવ અનિષ્ટનો અનનુબધી એવો જે દુઃખીના દુઃખનો ઉદ્ધાર; તેની ઈચ્છાને અનુકંપા કહેવાય છે. જે ઈષ્ટની પ્રાપ્તિ પછી નરકાદિ
અનિષ્ટની પ્રાપ્તિ થાય છે તે ઈષ્ટને બલવ અનિષ્ટનો અનુબન્ધી કહેવાય છે. કોઈ પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરીએ તો દરેક પ્રવૃત્તિ વખતે શ્રમ વગેરે અનિષ્ટની પ્રાપ્તિ તો થતી જ હોય છે. પરન્તુ તે બલવદ્દ હોતું નથી. અહીં પણ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવા સ્વરૂપ ઈષ્ટની પ્રવૃત્તિ વખતે એવું ના બનવું જોઈએ કે જેથી ભવાન્તરમાં
DID|D]D]]S|D]B
, SENDED SIJD] BEINDED