________________
આપણે દુર્ગતિનાં ભાજન બનવું પડે. એથી જ જણાવ્યું છે કે અલ્પ જીવોને જેથી અસુખ થાય એવા પ્રયત્નથી જ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવો. જેનાથી ઘણા જીવોને અસુખ થતું હોય એવો પ્રયત્ન બલવદ્ અનિષ્ટનો અનુબન્ધી બને છે. તેથી તેની વ્યાવૃત્તિ કરવા શ્લોકમાં ‘મ પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને થતું અસુખ પણ આમ તો અનિષ્ટ જ છે ; પરન્તુ બલવદ્દ ન હોવાથી બલવ અનિષ્ટનો અનનુબન્ધી અભ્યાસુખશ્રમ’ છે.
શ્લોક્ના “પૃથિવ્યાવિ...” આ ઉત્તરાર્ધથી ઉપર જણાવેલી વિગત દૃષ્ટાન્તથી સમજાવી છે. એનો આશય એ છે કે, શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાય, અષ્કાય..વગેરે જીવોને અસુખ થતું હોય છે. આમ છતાં પૂજા કરનારના મનનો ભાવ એ છે કે આવા પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા ભવિષ્યમાં છકાય જીવોની રક્ષા કરવાવાળા બને. આ રીતે સર્વજીવોની રક્ષાના પરિણામ સાથે પૂજા પ્રસંગે થોડા જીવોને અસુખ થાય છે. આવી પૂજા સંબન્ધી પ્રયત્નવિશેષથી સર્વ જીવોના દુઃખના ઉદ્ધારની ઈચ્છા સ્વરૂપ અનુકમ્મા ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા કરે છે.
જોકે શ્રી જિનેશ્વરદેવોની પૂજા એ ભત્યનુષ્ઠાન હોવાથી તેને ઉપર જણાવ્યા મુજબ અનુકંપાપૂર્વકનું અનુષ્પાનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની પૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ – નિર્મળતા માટે છે; અને સમ્યગ્દર્શનનું લિફ્ટ (કાર્યસ્વરૂપ લિગ્ન) અનુકમ્યા છે. તેથી તે માટે પણ શ્રી જિનપૂજા છે-એમ માનવામાં કોઈ વિરોધ નથી. શ્રી પંચલિગ્રી વગેરે ગ્રન્થમાં એ પ્રમાણે વ્યવસ્થા હોવાથી અમે પણ એ મુજબ કર્યું છે. ૧-૩ /
અનુકમ્પાના સ્વરૂપમાં પાસુઝના આના ઉલ્લેખનું
DEFEBIDDED
SEBITDFDF\D|D]DED.