________________
લગભગ લુપ્ત થયો છે. અનુકંપાદાન કરતી વખતે એટલો તો ઉપયોગ રાખવો જ જોઈએ કે એ દાન પૂર્તકર્મ ન બને; પરન્તુ ધર્મનું અંગ બને. સર્વથા વિવેક વિના કરાતું એ દાન પૂર્મનું જ કારણ બનશે.... ૧-૯ /
ઉપર જણાવ્યા મુજબ અનુકપ્પાદાન ધર્મનું અગ બનતું હોવાથી પૂ. સાધુભગવન્તોએ પણ તે કરવું જોઇએ-એમ માનવાનો પ્રસંગ આવશે તેથી તેના નિવારણ માટે જણાવાય છે
साधुनाऽपि दशाभेदं प्राप्यैतदनुकम्पया। दत्तं ज्ञाताद् भगवतो रङ्कस्येव सुहस्तिना ॥ १-१०॥
ભગવાન શ્રી વર્ધમાનસ્વામીના દૃષ્ટાતથી આર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજાએ રક્કને જેમ દાન આપ્યું હતું, તેમ સાધુભગવન્ત પણ પુષ્ટ આલંબન સ્વરૂપ દશાવિશેષમાં દાન આપ્યું છે. અર્થાત્ મહાવ્રતધારી એવા સાધુમહાત્માને પણ પૂર્વે જણાવ્યા મુજબ શાસનની ઉન્નતિ સ્વરૂપ પુષ્ટ આલંબને અનુકપ્પાદાન કરવામાં દોષ નથી. અનુકમ્પાદાન; દશાવિશેષમાં દોષાવહ નથી-એ જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે “આ વિષયમાં દૃષ્ટાન્ત સ્વરૂપ ભગવાન છે. સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યા પછી પણ અનુકમ્માવિશેષથી ચારજ્ઞાનવાળા પરમાત્માએ બ્રાહ્મણને દેવદૂષ્ય આપ્યું હતું. આ રીતે દેવદૂષ્યને આપનારા ભગવાન શ્રીવર્ધમાનસ્વામી આ વિષયમાં દૃષ્ટાન્ત સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે 'દશાવિશેષમાં સાધુભગવન્તોએ કરેલું દાન, દુષ્ટ નથી કારણ કે તે અનુકમ્પાનું નિમિત્ત છે, ભગવાને બ્રાહ્મણને આપેલા દાનની જેમ.' - આ પ્રમાણે અનુમાન કરી; દશાવિશેષે કરેલું અનુકંપાદાન દુષ્ટ નથી એનો નિર્ણય કરી શકાય છે..... / ૧-૧૦ ||
FિDF\ EIT) DિIRDESIDESIG\P
EDITDF\ BFDFDિEND
=I DW