________________
નથી. કહેવાનો ભાવ એ છે કે અનુકમ્પ્ય (અનુકમ્પાપાત્ર) તેને કહેવાય છે, કે જેમાં પોતાને ઇષ્ટ એવા દુ:ખોદ્ધારના પ્રતિયોગી એવા દુ:ખનું આશ્રયત્વ હોય અને પોતાની અપેક્ષાએ હીનત્વ પણ હોય. સત્પાત્રમાં તેવા પ્રકારના દુ:ખનું આશ્રયત્વ હોવા છતાં દાતાની પોતાની અપેક્ષાએ હીનત્વ નથી. કારણ કે દાતાની અપેક્ષાએ પૂ. સાધુભગવન્તાદિ સત્પાત્ર ઊંચા છે, હલકા નથી. તેથી આવા સત્પાત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનુકમ્પ્યત્વની બુદ્ધિ મિથ્યાસ્વરૂપ જ છે. અને આથી જ તે અતિચારનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે ‘અન્યથાધીસ્તુ વાતૃળામતિયાપ્રસન્નિા’-આ પ્રમાણે જણાવવામાં કોઇ દોષ નથી.
બીજા લોકોનું આ વિષયમાં એમ કહેવું છે કે- સામાન્ય રીતે પોતાને ઇષ્ટ એવા દુ:ખોદ્ધારના પ્રતિયોગી એવા દુ:ખના આશ્રયને જ અનુકમ્પ્ય કહેવાય છે. એમાં પોતાની અપેક્ષાએ હીનતાનું જ્ઞાન થવું જ જોઇએ-એ જરૂરી નથી. આવા પ્રકારનું અનુકમ્પ્યત્વનું જ્ઞાન સત્પાત્રમાં થાય તોપણ દોષ નથી. દોષ ત્યારે આવે છે કે જ્યારે સુપાત્ર (સત્પાત્ર) એવા સાધુભગવન્તોની સાથે સહવાસાદિ દોષને લઇને તેઓશ્રીમાં હીનત્વની બુદ્ધિને અનુકમ્પ્યત્વ ઉત્પન્ન કરે; ત્યારે આવી અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બને છે. જ્યારે અનુકમ્પ્યત્વબુદ્ધિ હીનત્વની બુદ્ધિને ઉત્પન્ન ન કરે ત્યારે તે અનુકમ્પ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બનતી નથી. અન્યથા(મિથ્યા)બુદ્ધિઓ, હીન અને ઉત્કૃષ્ટમાં અનુક્રમે ઉત્કર્ષ (સારાપણું) અને અપકર્ષ (હલકાપણું)ની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા જ અતિચાર-સ્વરૂપ દોષનું કારણ બને છે, નહિ તો નથી બનતી.
આથી જ અનુકમ્પાદાન સાધુમહાત્માઓને અપાતું નથી એવું નથી. અર્થાત્ પૂ. સાધુભગવન્તોને વિશે પણ અનુકમ્પાદાન કરી શકાય છે. કારણ કે ‘આચાર્યભગવન્તની અનુકમ્પા કરવાથી સમગ્ર
DNESD
CCCCEED
DUGGE
૧૬
UQUEUUU