Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની માતાએ પોતાના પુત્રનું પૂજ્ય ગુરુદેવશ્રીને સમપર્ણ કર્યું. આ રીતે કાલાન્તરે રત્નત્રયીની નિર્મળ સાધનામાં પૂજ્યશ્રી લીન બન્યા. પ્રબળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના પ્રભાવે ઉત્કટ પ્રખર પ્રતિભાદિ અસાધારણ સામર્થ્યથી પૂજ્યપાશ્રીએ ખૂબ જ અલ્પસમયમાં ગણનાપાત્ર સમ્યગ્રજ્ઞાનનું સંપાદન કર્યું. પરમશ્રધેય અનન્યસાધારણ બુદ્ધિપ્રતિભાદિ ગુણોથી ભાવિત શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગની સહાયથી પૂજ્યશ્રીને વિદ્યાના ધામ સમાન કાશીમાં અધ્યયન કરવાની અનુકૂળતા મળી. ત્યાંની ત્રણ વર્ષની સ્થિરતા દરમ્યાન ન્યાયશાસ્ત્રોનું પરિપૂર્ણ અધ્યયન કરી અને કેટલાંક વર્ષ કાશીની આજુબાજુ રહી અન્યદર્શનશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરી પૂજ્યશ્રીએ પરસમયનું રહસ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે અન્ય પંડિતોને વાદમાં હરાવનાર સમર્થવાદીને પોતાની અનેકાંતવાદની વિજયવન્તી શૈલીથી હરાવીને પૂજ્યશ્રીએ પોતાના અધ્યાપકગુરુવર્ગ દ્વારા ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ, પૂજ્યશ્રી માટે જ નહિ પરંતુ સમગ્ર પરમતારક શ્રી જિનશાસન માટે ગૌરવપ્રદ હતો. જે વખતે જૈનેતર દાર્શનિક વિદ્વાનો, જૈનોનો પડછાયો પણ પોતાની ઉપર ન પડે એની કાળજી રાખતા હતા; તેવા વખતે એવા વિદ્વાન વર્ગ દ્વારા આ રીતે ન્યાયવિશારદ તરીકેનું બિરુદ પ્રાપ્ત કરવું એ ખરેખર જ શ્રી જિનશાસનની સર્વોપરિતાનો જ એક વિજય હતો. આ રીતે કાશીમાં પરદર્શનનું પરિપૂર્ણ અધ્યયન કરી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ગુજરાતમાં વિચરતા હતા. તે દરમિયાન મોટે ભાગે ગ્રંથાલેખનમાં તત્પર બની તેઓશ્રી વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિથી પર રહેતા. કહેવાય છે કે એક ગામમાં પૂજ્યપાદ મહામહોપાધ્યાય Gold/ SONGS,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66