Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ અધ્યાત્મમતપરીક્ષા; નયરહસ્ય; નયપ્રદીપ; નયોપદેશ; ન્યાયાલોક; જૈનતર્ક ભાષા; જ્ઞાનબિંદુ; ન્યાયખંડનખાદ્ય; માર્ગપરિશુદ્ધિ; ઉપદેશરહસ્ય; વૈરાગ્યકલ્પલતા; દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા; જ્ઞાનસાર; તિલક્ષણસમુચ્ચય; ગુરુતત્ત્વવિનિશ્ર્ચય; સામાચારી-પ્રકરણ; પ્રતિમાશતક; ભાષારહસ્ય; અધ્યાત્મોપદેશ; સ્યાદ્વાદરહસ્ય; પ્રમાણરહસ્ય; અનેકાન્તવ્યવસ્થા; જ્ઞાનાર્ણવ; ધર્મપરીક્ષા અને પંચનિગ્રન્થી....વગેરે અનેકાનેક ગ્રન્થોના સર્જનથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. તેમ જ સ્યાદ્વાદકલ્પલતા, કર્મપ્રકૃતિ, ષોડશકપ્રકરણવૃત્તિ, યોગવિશિકા, અષ્ટસહસ્રીવિવરણ આદિ અનેક ટીકાગ્રંથોનું સર્જન કરી પૂજ્યશ્રીએ અન્ય શાસ્ત્રકાર પરમર્ષિઓના શાસ્ત્રના પરમાર્થને આપણા સુધી પહોંચાડ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલા અગાધ સાહિત્ય સિવાયનું ગુજરાતી કે હિંદી વગેરે ભાષામાં પૂજ્યશ્રીએ રચેલું સાહિત્ય પણ ખૂબ જ વિશાળ છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, જંબુસ્વામીનો રાસ, સમાધિશતક, સમતાશતક, ૩૫૦,૧૫૦ અને ૧૨૫ ગાથાનાં સ્તવનો; મૌન એકાદશીનું સ્તવન, ત્રણ ચોવીશી, અઢાર પાપસ્થાનકની સજ્ઝાય, આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય, સમકિતના સડસઠ બોલની સજ્ઝાય, અગિયાર અંગની સજ્ઝાય અને સંયમશ્રેણીની સઝાય વગેરે અનેક કૃતિઓ દ્વારા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આગમગ્રંથોના ગૂઢ ભાવોને ખૂબ જ સ્પષ્ટપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું સાહિત્ય જોતાં તે વખતના વિદ્વાનવર્ગે પૂજ્યશ્રીને શ્રુતકેવલીની પ્રતીતિ કરાવનારા તરીકે વર્ણવ્યા છે - તે યથાર્થ લાગ્યા વિના નહિ રહે. DEEEEEEEE CCCGUDOLGUD 2000 ૧૧77 un

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66