________________
બોલાવ્યો છે–એ પૂછ્યું. ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે જણાવ્યું કે ‘કામ વગર તો નહિ જ બોલાવ્યા હોય ને ? સુવર્ણસિદ્ધિ આપવાની ભાવનાથી તમોને બોલાવ્યા હતા, પરંતુ હવે ભાવના નથી.’ આ પ્રમાણે કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીએ સુવર્ણસિદ્ધિ આપી નહિ. આ બંને વાતમાં કેટલો અંશ સાચો છે -એ કહેવું શક્ય નથી. પરંતુ મહામહોપાધ્યાયજી મહારાજા પાસે જે સિદ્ધિ હતી તેની આગળ સુવર્ણસિદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. આત્માને પરમાત્મા બનાવી શકે એવા શુદ્ધજ્ઞાનપ્રવાહને વહેવરાવવાનું સામર્થ્ય એ વખતે માત્ર પૂજ્યશ્રીમાં હતું. આજ સુધીમાં પણ આવા સમર્થ ગ્રંથકારપરમર્ષિની પ્રાપ્તિ આપણને થઈ નથી. આજનું વાતાવરણ જોતાં આવા સમર્થ શક્તિસમ્પન્ન જ્ઞાની ભગવંતોનો ભવિષ્યમાં સુયોગ મળેએવું પણ જણાતું નથી. કાશીમાં અધ્યયનકાળ દરમ્યાન ગંગાનદીના કિનારે એકવીસ દિવસની સાધના દ્વારા જેઓએ સરસ્વતીદેવીને સિદ્ધ કરી હતી, તેઓશ્રીને સુવર્ણસિદ્ધિ મળે કે ન મળે એથી શો ફરક પડવાનો હતો ? તેઓશ્રીએ સરસ્વતીદેવીની કૃપાથી સર્જેલા ગ્રંથોનું મૂલ્ય સુવર્ણથી પણ વિશેષ છે. પરંતુ ભૌતિક સુંદર સામગ્રીમાં જ ધ્યેય: સમજનારાઓને એ સમજાવવાનું કોઇ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક શાસન આવા કોઇ પણ ભૌતિક ચમત્કારોથી પ્રભાવવન્તુ નથી, પરંતુ તેના લોકોત્તરસ્વરૂપના કારણે જ પ્રભાવવન્તુ છે. એ લોકોત્તર સ્વરૂપના દર્શન કરાવવાનો પ્રયત્ન કરનારા પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ જ ખરેખર પરમશાસનપ્રભાવક છે.
અધ્યાત્મસાર; અધ્યાત્મોપનિષદ્દ; અધ્યાત્મમતખંડન;
DEEEEEEEEE
DEEEEEEEEE
UDPC/GP/EE ૧૦ DDDDDDDDD