________________
પૂછયું ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો પૂ. ઉપાધ્યાયજી મહારાજને પરિચય થયો. એ વખતે આઠ શ્લોકની અષ્ટપદીથી તેમની સ્તવના કરી હતી. કહેવાય છે કે એ વખતે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પણ એ જ રીતે અષ્ટપદીથી પૂજ્યશ્રીની પણ સ્તવના કરી હતી, પરંતુ એ અષ્ટપદી અત્યારે ઉપલબ્ધ નથી.
શ્રીમદ્ આનંદઘનજી, એ વખતે ખરા અર્થમાં અવધૂત તરીકે પ્રસિદ્ધ હતા. કોઈ કોઈ વાર જ તેઓશ્રી જનસંપર્કમાં આવતા. મોટે ભાગે તેઓ જનસંપર્કથી દૂર રહેતા. તેમની આધ્યાત્મિકતાની સાથે ચમત્કારશક્તિ વગેરે અનેકાનેક સિદ્ધિઓ પણ પ્રસિદ્ધ હતી. કહેવાય છે કે એક વાર રાજાની રાણીને પુત્ર થતો ન હોવાથી રાજાના દુરાગ્રહથી શ્રીમદ્ આનંદઘનજીએ એક તાવીજ બનાવીને રાણીને બાંધવા આપ્યું. યોગાનુયોગ થોડા સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ ખુશ થઈને આનંદઘનજી મહારાજને ખબર આપ્યા અને જણાવ્યું કે “આપની કૃપાનું ફળ છે.” ત્યારે આનંદઘનજી મહારાજાએ તાવીજ મંગાવીને તેમાંનો કાગળ રાજાને વંચાવ્યો. તેમાં લખ્યું હતું, “રાજાકી રાનીકો લડકા હો યાન હો ઉસમેં આનંદઘનજી કો ક્યા?” આ વાંચીને રાજાને આનંદઘનજીની નિસ્પૃહતાની ખાતરી થઈ. શ્રીમદ્ પાસે સુવર્ણસિદ્ધિ હતી. કહેવાય છે કે એ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેઓશ્રી પાસે પ્રાર્થના કરી હતી. પરંતુ શ્રીમદે વાત ઉડાવી દીધી. એવું પણ કહેવાય છે કે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સુવર્ણસિદ્ધિ આપવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને પોતાની પાસે બોલાવ્યા હતા. પૂજ્યશ્રીને બોલાવ્યા એટલે તેઓથી આવેલા. આઠ દિવસ સુધી ધીરજ રાખીને કોઈ જ વાત ન કરી પણ ત્યાર બાદ પૂજ્યશ્રીએ પોતાને શા માટે
DS| EN DEEDS, DEE,
E
NGLIS|DF\ EIFEND|DIDAD