Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ જણાશે. એક બાજુ કિયાનું શૈથિલ્ય અને બીજી બાજુ અજ્ઞાનનું સામ્રાજ્ય : આવી વિષમસ્થિતિમાં નિર્મળ ચારિત્રની સાધના સાથે શુદ્ધકિયા અને સમ્યજ્ઞાનથી પોતાના જીવનને વાસિત બનાવવાનું કાર્ય કેટલું પૂરું છે – એ આપણે સમજી શકીએ છીએ. ભૂતકાળની વિશિષ્ટ સાધના ન હોય તો કોઈ પણ રીતે; કઠોર સાધનામય જીવન જીવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય નહિ. વિ. સં. ૧૬૬૫ માં ઉત્તરગુજરાતના ધીણોજ ગામની બાજુના કનોડુ ગામમાં જેઓશ્રીનો પુષ્ય જન્મ થયો હતો - તે પૂજ્ય ઉપાધ્યાયજી મ. ને બાલ્યકાળમાં જ પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પ્રભાવે પરમપારમેશ્વરી પ્રવ્રયાની પ્રાપ્તિ થઈ હતી. પ્રસંગ એવો બનેલો કે – પૂ. ઉપાધ્યાયજી મ. ની માતાને શ્રી ભક્તામર સ્તોત્રનું શ્રવણ કર્યા વિના ભોજન નહિ કરવાનો નિયમ હતો. એ પ્રમાણે એકવાર પોતાના પુત્રની સાથે શ્રી ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવન્ત પાસે તેઓશ્રી ગયાં હતાં. તે વખતે તે સ્તોત્રના એક વારના જ શ્રવણથી પૂજ્યશ્રીને યાદ રહેતું. ત્યાર બાદ એક વાર વરસાદના કારણે પૂજ્યશ્રીની માતા સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે જઈ શક્યા નહિત્રણ દિવસના ઉપવાસના અંતે પૂ. ઉપાધ્યાય મહારાજાએ પોતાની માતાને ઉપવાસનું કારણ પૂછતાં માતાના નિયમને જાણ્યો. ત્યાર બાદ તેમની સંમતિપૂર્વક માતાને ભક્તામરસ્તોત્ર સંભળાવ્યું અને પારણું કરાવ્યું. આ રીતે પૂજ્યશ્રીની અદ્ભુત સ્મરણશક્તિના પ્રસંગને જાણીને પૂ. ગુરુભગવન્ત પૂજ્યશ્રીની માતા પાસે પૂજ્યશ્રીની માંગણી કરી અને ત્યાર બાદ અત્યન્ત ઉલ્લાસપૂર્વક GET D|DD D D D D' GET DD DDD; DFD

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66