________________
ત્રીજું મહાવ્રત અચૌર્યવ્રત કે અસ્તેયવ્રત, તે પણ આ મહામંત્રની સહાય હોય તો જ પળાય તેમ છે; કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પોતાના માનવા એ ચોરી અને જૂઠ બંનેના અપરાધ કરતાં પણ ઘણો ભારે અપરાધ છે. હે પ્રભુ ! આ દેહ તે સર્વ દોષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પોષવા જે જે કર્યું તે બધું ચોરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હોવાથી ઓકી કાઢવી જ પડશે, ચોરીનો માલ કોઇને પચે જ નહીં. લૂંટારા અને ચોરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પોતાનો પટો પહેરાવે છે એટલે તે શાહુકારનો નોકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કોઈ ચોરીનો આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારનો પટો છે; તેમ હે પ્રભુ ! આપનો મહામંત્ર
સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' તે અમારા મુખમાં જીભના ચામડા પર ચોંટયો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને શરણે આવતાં, એ નામના-મંત્રના માહાત્મથી જ ચોર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણાવા યોગ્ય છે. તે જ સાચો શાહુકાર છે પણ ‘શાહે વાણિયો રળી ખાય' તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચોથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની, તે પણ બ્રહ્મનું માહાભ્ય સમજાવનાર શુદ્ધ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ''ના લક્ષથી સધાય છે. બ્રહ્મ તે મહત-બૃહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા-વર્તના નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ સમજાય? વિભાવરૂપ પરનારી તજી સ્વભાવ-સ્વશક્તિ-આત્મરમણતામાં લીન પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે.
જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાધન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાન્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે ? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સદ્ધર્મની સમાપ્તિ-સાર-પૂર્ણતા આવી જાય છે. પાંચમું મહાવ્રત અપરિગ્રહ, તે પણ ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નું પરમ માહાસ્ય પ્રગટયે પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ
જ્યાં ‘‘સહજત્મસ્વરૂપ પરમગુરુ''રૂપ સત્પરુષની કૃપાદ્રષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાનો ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પોતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાનો નાશ થાય છે. પરમગુરુપદની પ્રતીતિ અને સ્વરૂપરમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃપ્તિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં ક્યાંય સત્ય એકાંતવાસ નથી. તેહિ તું િતુંહિ નિરંતર તું િતુંહ બ્દયમાં અચળ વાસ કરી રહો !
ૐ ૐ ૐ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બી-૩, પૃ.૨૩, આંક ૮)