Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ આશયથી તેના પર પ્રસ્તુત ગુર્જરવૃત્તિ-અસ્પર્શોપનિષતું સર્જન કર્યું છે. મહોપાધ્યાયશ્રીના ગંભીર આશયને માપવાનું કદાચ આ સાહસ છે. આમ છતાં ‘શુપે યથાશક્તિ યતિતવ્યમ્' એ ન્યાયે આ સાહસ ક્ષન્તવ્ય ગણાશે. ક્ષતિનિર્દેશ કરવા બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના કરું છું. મૂળ ગ્રંથનું સંશોધન બે હસ્તાદર્શો પરથી કરવામાં આવ્યું છે. જેની ઝલક પેજ નં. ૬ અને ૭ ઉપર દર્શાવેલ છે. પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતો પકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. ઉપરોક્ત હસ્તાદર્થોમાંથી ૧ હસ્તાદર્શની નકલ જેમના સૌજન્યથી પ્રાપ્ત થઈ તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા)ના પ્રેરક રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગર-સૂરીશ્વરજી મ.સા.નું પણ કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ભરત ગ્રાફિકવાળા શ્રી ભરતભાઈના પરિશ્રમથી ટાઈપસેટીંગ આદિ કાર્ય સુચારુરૂપે પાર પડેલ છે. પ્રસ્તુત પ્રબંધના અધ્યયન દ્વારા સ્વ-પરને ચરમઅસ્પૃશગતિની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થના સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્. પોષ સુદ-૬, વિ.સં. ૨૦૬૬ શ્રી કેવલબાગ તીર્થ, સિરોડી, રાજસ્થાન પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104