________________
अस्पृशद्गतिवादः तावतो दण्डस्यैव करणप्रसङ्गात्, “यावत्यैवावगाहनया जीवोऽवगाढस्तावत्यैव वोर्द्धं गच्छति" इत्युक्तिव्याघातप्रसङ्गात् । इदमेव हि "उज्जुसेढीपडिवन्ने अफुसमाणगई एगसमयेणं अविग्गहेणं उड्ढे गंता सागारोवउत्ते
–અસ્પર્શોપનિષઆત્મપ્રદેશોને સંકોચી લેશે. આ રીતે તમારું-અમારું બન્નેનું સચવાઈ જાય છે, પછી શું આપત્તિ છે ?
ઉત્તરપક્ષ - આપત્તિ એ જ કે આ રીતે માનતા શાસ્ત્રવચનનો બાધ થશે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ (પોતાના ચરમ ભવના શરીરના ત્રીજા ભાગ) જેટલી અવગાહનામાં રહેલો હોય, તેટલી જ અવગાહનાને ધારણ કરીને ઉપર જાય છે. દંડકરણ દ્વારા સિદ્ધિગમન માનો તો આ શાસ્ત્રવચનની સંગતિ ન થઈ શકે.
આ જ વાત અનેક શાસ્ત્રોમાં કહી છે. જુઓ, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, “જેણે ઋજુશ્રેણિને
સ્વીકારી છે, જેની ગતિ અસ્પૃશંતી છે, જે સાકાર ઉપયોગને ધરાવે છે એવો જીવ અવિગ્રહથી એક સમયમાં ઉપર જઈને સિદ્ધ થાય છે.” (પદ-૩૬,