________________
२४
अस्पृशद्गतिवादः गाढो याँश्च स्पृशति ऊर्ध्वमपि गच्छन् तावत एवाकाशप्रदेशान् स्पृशन् गच्छति" इत्यावश्यकचर्णिकारवचनाद व्यक्तमेवेदं लक्ष्यते । अत्र हि स्वावगाहकस्पृष्टोभयप्रदेशावच्छेदेनैव सिध्यतः स्पर्शनं नियम्यान्यत्र च स्पर्शनसामान्यवाचकपदेनाभिधीयमाना
-અસ્પર્શોપનિષદ્ ઉત્તરપક્ષ :- ના, કારણ કે “જીવ જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય અને જેટલા પ્રદેશોમાં સ્પર્શના કરતો હોય, ઉપર જતાં પણ તેટલા જ આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે. આ પ્રમાણે આવશ્યકચૂર્ણિકારના વચનથી સ્પષ્ટપણે જ એ તાત્પર્ય જણાય છે. એટલે કે ચૂર્ણિકાર “પૂર્વ અવગાહના અને સ્પર્શના જેટલા પ્રદેશોમાં હોય છે, તેટલા જ પ્રદેશોની અવગાહના અને સ્પર્શના સિદ્ધિક્ષેત્રમાં હોય છે એવું જ પ્રતિપાદન કરવા માંગે છે.
અહીં એવો નિયમ બાંધ્યો છે કે સિદ્ધિગમન વખતે જીવ પોતાની અવગાહનાના પ્રદેશો અને પોતે જેને સ્પર્શેલો છે એ પ્રદેશો, આ બન્ને પ્રદેશોમાં જ સ્પર્શના કરે છે અને અન્યત્ર એવો નિયમ બાંધ્યો